છોટાઉદેપુર ઓરસંગનદી સામે કિનારે આવેલ માણકા ગામ ખાતે છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા પાક થવાની અણીએ હોય લાઈટો બંધ રહેવાથી પાણી ન મળવાથી ખેતીને ઘણું મોટું નુકસાન ગયું છે. તેવી ફરિયાદ મણકા ગામના ખેડૂતો કરી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકામાં આવેલ ખોસ વસેડી માણકા ખેતીવાડી વીજ લાઈનમાં છેલ્લા 10 દિવસથી વીજળીનો સપ્લાય મળતો નથી. ખેતરમાં પાક તૈયાર થવાની અણીએ હોય પરંતુ લાઈટો બંધ રહેવાથી પાણી ન મળવાને કારણે પાકને ઘણું મોટું નુકસાન ગયું છે.
માણકા ગામના ખેડૂત મંજુલાબેન કનુભાઈ તડવી જણાવી રહ્યા છે કે છેલ્લા 10 દિવસથી લાઈટો બંધ હોવાને મુદ્દે વારંવાર એમજી વી સી એલમાં રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. વીજળીનો પ્રવાહ ન મળતા ભારે નુકશાન થયું છે. તેમ જણાવ્યું હતું.
હાલમાં કપરો ઉનાળો ચાલતો હોય છોટાઉદેપુર પંથકમાં કૂવાઓ, નદીઓ, બોરના સ્તર ઊંડા ઉતરી ગયા હોય જેથી ખેડૂતોને કુવામાંથી પાણી ખેંચવા વીજળીની ભારે તાતી જરૂર પડે છે. પરંતુ વીજળી ન મળતા પાણીની વ્યવસ્થા થઈ શકતી નથી અને તૈયાર પાક સુકાઈ જાય છે. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં પણ ખેડૂતતોની હાલત ભારે કફોડી જોવા મળે છે. વિકાસની ગાથા વચ્ચે ખેડૂતોની સમસ્યા સમજવા કોઈ તૈયાર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.