છોટા ઉદેપુરથી વડોદરા અને વડોદરાથી છોટા ઉદેપુર હાઇવે રોડ ઉપર રોજના હજારો નાના મોટાં વાહનો અવર જવર કરે છે. હાલની પરિસ્થિતિને જોતા ટ્રાફિક દીવસે ને દીવસે વધતો જાય છે. જેનાં કારણે છોટા ઉદેપુરથી ડભોઇ સુઘી આવેલી રેલ્વે ફાટકો ટ્રેન આવતાં બંધ થતા ટ્રાફિક જામ થઇ જવાના બનાવો બને છે. જેનાથી વાહન ચાલકો પણ ત્રાસી ગયા છે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને પણ આ હાલાકીનો ભોગ બનવુ પડે છે. વધતા જતા ટ્રાફિકને કારણે હાઇવે ઉપર તો વાહનો સરળતાથી અવર જવર કરી શકે છે. પરતું ફાટકો બંધ થતાં અટવાઈ જવાનો વારો આવે છે. જે સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પ્રજાજનો ની માંગ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે એક દિવસ અગાઉ છોટા ઉદેપુરના તેજગઢની રેલ્વે ફાટક પાસે ગમખ્વાર અકસ્માતમાં ગાડી સળગી જતા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. છોટા ઉદેપુરથી વડોદરા જતા સુઘીમાં ત્રણ જેટલી ફાટકો આવેલી છે. જેમાં રેલ્વે લાઈન પર ચાર વખત ટ્રેન આવે છે અને પરત જાય છે. જેથી આઠ વખત ફાટક બંધ કરવી પડે છે. અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બોડેલી ખાતે આવેલી રેલ્વે ફાટક પાસે ભુતકાળમાં ટ્રાફિક જામ થતાં પુર્વ મુખ્યમંત્રીનો કાફલો પણ અટકી પડ્યો હતો. જે પરિસ્થિતિને જોતા પુર્વ મુખ્ય મંત્રીએ ઓવરબ્રિજ બનાવવા માટેની જાહેરાત પણ કરી હતી.
કોઈ કામે સમયસર પહોંચવાનું હોય તો ટ્રાફિકને લીધે પહોંચી શકાતું નથી
આફાટકો ઉપર જગ્યા સાંકડી હોઇ અને ટ્રાફિક વધુ હોય જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કોઇ અર્જન્ટ એપોઇમેન્ટ હોય તથા કોઇ કામે સમયસર પહોંચવાનું હોય તો સમયસર ટ્રાફિકની સમસ્યાને લઈ પહોચી શકાતું નથી. અને દવાખાનાઓ તથા રેલ્વે તથા બસ સ્ટેશનો ઉપર ઘણી વાર ધક્કો ખાવાનો પણ વારો આવે છે. આ ફાટકો પર મંજૂર થયેલા ઓવરબ્રિજ વહેલી તકે બનાવવાંમાં આવે તેવી પ્રજાની માંગ છે.
પલાસ વાડા ફાટક પહોળી કરવામાં આવે તેવી માંગ
વડોદરાથી ચાલતી બ્રોડ ગેજ રેલ્વે લાઈન છોટા ઉદેપુર થઈ મધ્ય પ્રદેશને જોડે છે. જેમાં છોટા ઉદેપુર થઈ મધ્ય પ્રદેશ તરફ જતા તથા છોટા ઉદેપુરના ફાટક નં 101 ઉપર તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનાવી દેવામાં આવ્યાં છે. જેનાથી મધ્ય પ્રદેશ અને ગુજરાતના છોટા ઉદેપુર આવતી જતી પ્રજાને અવર જવરમાં ભારે રાહત થઈ છે. તથા આનંદની લાગણી ફેલાઇ છે. પરંતુ બાકી રહી ગયેલા ઓવર બ્રિજ વહેલી તકે બનાવવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.
સાથે સાથે પ્રજાની એ રીતની લાગણી અને માંગણી પણ છે કે આવેલી રેલ્વે ફાટકો સાંકડી છે જ્યાં સુધી ઓવર બ્રિજ બને ત્યાં સુધી એ ફાટકો પહોળી કરવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યા હલ થઇ શકે તેમ છે. આ અંગે અગાઉ ડભોઇ ખાતે આવેલી પલાસ વાડા ફાટક પહોળી કરવામાં આવે તેવી માંગ રાજ્ય સભા સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઇ રાઠવાએ રેલ્વે વિભાગમાં કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.