તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:છોટાઉદેપુર પાલિકાનાં દૈનિક બજાર ફીની 26.11 લાખમાં હરાજી થઈ, નગરપાલિકાની કારોબારીની મીટિંગ યોજાઈ

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 વર્ષથી પાલીકા દ્વારા ઉઘરાવાતી ફીમાં ખોટ જતી હતી

છોટાઉદેપુર નગરપાલિકાની કારોબારીની મિટિંગ આજરોજ કારોબારી અધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં દૈનિક બજાર (પથારા) ફીની જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં રાજેન્દ્રભાઇ પંચોલી, ઇરશાદભાઈ મણિયાર અને સંતોષભાઈ ગોસાઇ 3 વ્યક્તિને દૈનિક બજાર ફીનો વાર્ષિક ઇજારો રૂા. 26,11,000માં અપાયો હતો. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ભરાતા બજાર તથા હાટ બજારમાં પથારા કરીને બેસતા તથા લારી અને દુકાનો લગાવતા નાના મોટા વેપારીઓ પાસે દૈનિક બજાર ફી ઉઘરાવવાના ઇજારાની વર્ષોથી પાલિકા વાર્ષિક હરાજી કરતી હોય છે. 2 વર્ષથી થતી દૈનિક બજાર ફીની ઉઘરાણીમાં થતી આવકમાં દર બે વર્ષથી અંદાજીત રૂા. 7થી 8 લાખની ખોટ નગરપાલિકાને જતી હતી.

આ હરાજી થતાં નુકસાન થતું અટકશે
અગાઉ બે વર્ષથી નગરપાલિકાનો વહીવટ ડામાડોળ હતો. જે બાબતે પાલિકાને 7થી 8 લાખ રૂપિયા જેવું વાર્ષિક નુકસાન પણ જતું હતું. પરંતુ હવે આ હરાજી થતા નુકસાન થતું અટકશે. - ઝાકિરભાઈ દડી, ઈન્ચાર્જ, છોટાઉદેપુર નગરપાલિકા

વેપારીઓને પૂરતો સાથ સહકાર અપાશે
નગરપાલિકાની દૈનિક બજાર ફીની હરાજી આજે 2 વર્ષે પછી થઈ છે. વેપારીઓ હાલ કોરોના મહામારીમાં ભારે આર્થિક મંદી સામે ઝઝુમી રહ્યા હોઈ પાલિકા તરફથી પૂરતો સાથ સહકાર આપવામાં આવશે. - સંગ્રામસિંહ રાઠવા, કારોબારી અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો