૩૦મો આદિવાસી એકતા મહાસંમેલન:હમીરપુરમાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલનની શરૂઆત થઈ; ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમમાં દેશભરમાંથી આદિવાસીઓ ઉમટશે

છોટા ઉદેપુર14 દિવસ પહેલા

આજથી કવાંટના હમીરપુરા ખાતે આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલનની શરૂઆત થઈ છે. આ સંમેલનમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જીલ્લાના કવાંટના હમીરપુર ખાતે આજથી આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન યોજાઈ રહ્યું છે. આજના કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ આદિવાસી સમાજના લોકો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. બીજા દિવસે કવાંટથી સંસ્કૃતિને ઉજાગર કરતી મહારેલી કાઢીને સભાસ્થળ સુધી લઈ જવામાં આવશે. દિવસભર પ્રબુદ્ધ આદિવાસીઓ ભેગા મળીને વિવિધ મુદ્દે ચર્ચા કરશે.

આજના આ કાર્યક્રમમાં આદિવાસી રીત રિવાજ મુજબ પૂજા કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પ્રકૃતિનું જતન કરવું અને તેની મુક્તિ કરાવવી ઉપરાંત માનવ સમાજમાં જે ભેદભાવો ઉદભવ્યા છે, તેમાંથી માનવ સમાજ મુક્ત થાય એ ઉદ્દેશ્યથી આ સંમેલન યોજવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં આદિવાસીઓ ઉપર દુનિયાભરમાં રિસર્ચ કરનાર વિદેશીઓ પણ આવી પહોંચ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ અંગે માહિતી મેળવતા નજરે પડ્યા હતા. આજથી કવાંટ ખાતે શરૂ થયેલા ત્રિદિવસીય આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલનમાં દેશભરના આદિવાસીઓ આવીને અલગ અલગ સંસ્કૃતિના દર્શન કરાવશે.

અન્ય સમાચારો પણ છે...