યુવાઓમાં ભારે આનંદની લાગણી:સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છોટાઉદેપુર જિલ્લામાં યોજાશે

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિવાસી એકતા પરિષદનું 30મુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છોટાઉદેપુર જિલ્લામાં યોજાશે. જે અંગેની સુરત ખાતે બેઠક મળી હતી - Divya Bhaskar
આદિવાસી એકતા પરિષદનું 30મુ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છોટાઉદેપુર જિલ્લામાં યોજાશે. જે અંગેની સુરત ખાતે બેઠક મળી હતી
  • છોટાઉદેપુર જિ.માંથી સુરતમાં યોજાયેલી બેઠકમાં 50 કાર્યકરો ઉપસ્થિત રહ્યા

છેલ્લા 30 વર્ષથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દાદરા નગર હવેલી અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં વારાફરતી યોજાતા આદિવાસી એકતા પરિષદનાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનાં આયોજન માટે સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે આદિવાસી એકતા પરિષદની મંગળવારે બેઠક યોજાઇ હતી.

જેમાં 13/14/15 જાન્યુઆરી 2023માં યોજાનાર આદિવાસી એકતા પરિષદનાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનાં સ્થળ માટેની વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી બેઠકમાં રહેલા 50 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી એકતા પરિષદનાં મહાસચિવ અશોકભાઈ ચૌધરી તથા આદિવાસી એકતા પરિષદનાં ગુજરાત રાજ્યનાં સંયોજક ડો. શાંતીકર વસાવા સહિત સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા આદિવાસી એકતા પરિષદનાં પીઢ કાર્યકરો દ્વારા આવનાર સાંસ્કૃતિક એકતા મહાસંમેલન કઇ જગ્યાએ આયોજિત કરવામાં આવશે તે બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

ચર્ચાઓનાં અંતે છોટાઉદેપુરથી ઉપસ્થિત રહેલા શનિયાભાઈ રાઠવા આદિવાસી સામાજિક આગેવાન દ્વારા મુકવામાં આવેલ પ્રસ્તાવને સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા આદિવાસી એકતા પરિષદનાં આગેવાનો દ્વારા સર્વ સહમતીથી મંજૂર કરવામાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લામાં યોજાશે. તેવી જાહેરાત કરાતાં છોટાઉદેપુર જિલ્લા યુવાઓમાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...