તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છોટાઉદેપુર જિલ્લામાં નવા 10 કેસ સાથે કોરોનાની આગેકૂચ : કુલ 986

છોટાઉદેપુર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અલીખેરવા, છોટાઉદેપુર, ખાડીયાકુવા, નવાપુરા, કવાંટ, ઉમઠી પોટલાં ફળિયા, અમલવાંટમાં કેસ નોંધાયા
 • જિલ્લામાં વવિધ તાલુકામાંથી કોરોનાની તપાસ અર્થે કુલ 616 સેમ્પલ લેવાયા હતા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં ગુરુવાર તા 1 એપ્રિલના નવા 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુરુવારના રોજ જિલ્લામાં જે 10 કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 27 વર્ષનો યુવાન અલીખેરવા બોડેલી (2) 33 વર્ષ યુવતી પેલેસ રોડ છોટાઉદેપુર (3) 56 વર્ષના આધેડ વૃંદાવન સોસાયટી છોટાઉદેપુર (4) 29 વર્ષ યુવાન ખાડીયા કુવા બોડેલી (5) 28 વર્ષ યુવતી નવાપુરા છોટાઉદેપુર (6) 14 વર્ષ કિશોર ઉમઠી પોટલાં ફળીયા (7) 40 વર્ષ આધેડ કવાંટ (8) 23 વર્ષ યુવાન અમલવાંટ પટેલ ફળિયું કવાંટ (9) 87 વર્ષ વૃદ્ધા કવાંટ (10) 94 વર્ષના વૃદ્ધ પંચોલી ફળીયા કવાંટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 986 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. ગુરુવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 616 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 920 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 42 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 293, પાવીજેતપુર તાલુકામાં 74 બોડેલી તાલુકામાં 322, સંખેડા તાલુકામાં 165, કવાંટ તાલુકામાં 81, નસવાડી તાલુકામાં 51 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 16132 પાવીજેતપુર તાલુકામાં 12424, બોડેલી તાલુકામાં 13823, સંખેડા તાલુકામાં 12461, કવાંટ તાલુકામાં 14592 નસવાડી તાલુકામાં 12275, કુલ 81707 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.

શિનોર તાલુકામાં કોરોનાથી સંક્રમિત નવા બે કેસ નોંધાયા
શિનોર તાલુકામાં કોરોનાના ટેસ્ટ રોજ-બ-રોજ કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ રેપિટ ટેસ્ટમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો ન હતો. ગુરુવારે શિનોર તાલુકામાં કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમાવિષ્ટ ગામોમાં શિનોર નગરમાં 52 વર્ષના એક પુરુષને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ છે. જેને કરજણ મુકામે કોવિડ કેર સેન્ટરમાં સારવાર અર્થે લઇ જવાયા છે. જ્યારે માલસર ગામની એક મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

શિનોર તાલુકામાં હાલમાં 45 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે કોરોનાની રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. શિનોર તાલુકામાં કુલ 14 કેન્દ્રો પર રસી મુકવાની કામગીરી ચાલે છે. શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ શિનોર પીએચસી, માલસર, મોટા ફોફળીયા સીએચસી તથા ઝાંઝર ગામે કોરોનાની રસી મૂકવામાં આવે છે. સાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ સાવલી પીએચસી, ઉતરાજ, ટીંબરવા, અવાખલ અને કુકસ મુકામે રસી મુકવાની કામગીરી ચાલે છે. સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ સીમડી, મોટા કરાળા, પુણ્ય બરકાલ અને આનંદી મુકામે રસી મુકવાની કામગીરી ચાલે છે. તમામ કેન્દ્રો પર રસી મુકાવવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શિનોર તાલુકાના આરોગ્ય તંત્રે ભારે જહેમત ઉઠાવીને રસીકરણની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો