તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ અંગે જાગૃતિ:છોટાઉદેપુરથી કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન કરાયું

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરેથી કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન. - Divya Bhaskar
છોટાઉદેપુરેથી કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન.
  • લોકોમાં કોરોના વાઇરસની રસી અંગે જાગૃતિ આવે તેનો શુભ આશય
  • જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રસીકરણ અંગે લોકોને જાગૃત કરાશે

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના પ્રાંગણથી ‌‌ગુરુવાર તા 3 જુનના લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા અને રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને કોરોના વાઇરસની રસી અંગે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માર્ગદર્શન મળી રહે તેમજ રસી અંગેની ગેરમાન્યતા જનમાનસમાંથી દુર થાય એ અંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની રાહબરીમાં જનજાગૃતિ અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

લોકોમાં કોરોના વાઇરસની રસી અંગે જાગૃતિ આવે એવા શુભ આશયથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન પ્રારંભ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, ધારાસભ્ય સુખરામભાઇ રાઠવા સહિતના મહાનુભાવો પણ આ અભિયાનના પ્રારંભમાં ઉપસ્થિત હતા. સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, જિલ્લાના છ તાલુકાની પ્રજા રસીકરણ અંગે જાગૃત થાય એ માટે વહીવટીતંત્ર દ્વારા ટેબ્લોના માધ્યમથી પ્રચાર-પ્રસાર અભિયાન શરૂ કર્યું છે. છોટાઉદેપુર આદિવાસીબહુલ જિલ્લો છે.

આ અભિયાન થકી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ રસીકરણ અંગે લોકોને સમજ મળશે અને લોકો રસીકરણ માટે પ્રેરાશે. જેનાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવી શકાશે. તેમણે જિલ્લાના તમામ નાગરિકો રસીકરણ કરાવી જિલ્લાને કોરોના મુકત બનાવવાની દિશામાં આગેકદમ કરશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાને કારણે જિલ્લા વહીવટીતંત્રએ ટેબ્લોથી દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ થકી શરૂ કરેલ પ્રચાર-પ્રસારથી લોકોને રસી લેવા માટે પ્રેરણા મળી રહેશે.

સંખેડા તાલુકાના કોરોના રસીકરણની જાગૃકતાના ટેબ્લોનું પ્રસ્થાન કરાવાયું

સંખેડા તાલુકામાં કોરોના રસીકરણ અંગે લોકજાગૃતિ ફેલાવવા માટેના ટેબ્લોને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું. સંખેડા તા.પં. પ્રમુખ સંજયભાઈ દેસાઈ અને ટી.એચ.ઓ. ડો.વૈશાલીબેન પરમારે લીલી ઝંડી ફરકાવીને ટેબ્લોને પ્રસ્થાન કરાવ્યું. સંખેડા તાલુકામાં કોરોનાની રસી અંગે લોકોમાં જાગૃતિ ફેલાય, 45થી વધુ આયુ ધરાવતા લોકો રસી મૂકવવા માટે આગળ આવે એ માટે જિલ્લા તંત્ર દ્વારા સંખેડા તાલુકામાં કોરોના રસીના પ્રચાર અર્થે એક ટેબ્લો ફાળવેલ છે.

ગુરુવારે સંખેડા ગામની ભાગોળે આ ટેબ્લોના પ્રસ્થાન પ્રસંગે સંખેડા તા.પં. પ્રમુખ સંજયભાઈ દેસાઈ, ટી.ડી.ઓ. એસ.એમ.કોલચા, ટી.એચ.ઓ. ડો. વૈશાલીબેન પરમાર, સ્થાનિક આગેવાન નીતિનભાઈ શાહ, ગ્રા.પં. સભ્ય હિતેશ વસાવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...