તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:છોટાઉદેપુરમાં 152 વ્યક્તિના કોરોના ટેસ્ટ, 7 પોઝિટિવ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકા-અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી વિનામૂલ્યે કોરોના તપાસણીનું આયોજન
  • શરદી. ખાંસી, તાવના લક્ષણો હોય તો કોરોનાની તપાસ જરૂરી

નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી છોટાઉદેપુર દરબાર હોલ ખાતે તારીખ 16ને બુધવારના રોજ સવારે 9:00થી 1:00 કલાક વિનામૂલ્યે કોરોના તપાસણી અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 152 વ્યક્તિઓની એન્ટિગન કિટ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. જેમાં કુલ 7 કેસ છોટાઉદેપુર નગરમાંથી પોઝિટિવ આવ્યા છે. છોટાઉદેપુરમાં કોઈને શરદી. ખાંસી, તાવ, જેવા લક્ષણો દેખાતા હોય તો કોરોના તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. જેનાથી જો કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો અન્ય ને ફેલાય નહિ જે અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

હાલમાં નગરમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને અટકાવવા માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, ઘરમાં સ્વચ્છતા રાખવી અને જાહેર જગ્યાએ જ્યાં વધુ વ્યક્તિઓ ભેગા થયા હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું ખૂબ જરૂરી હોય છે. યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ, કારોબારી સભ્ય સંગ્રામભાઈ રાઠવા તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પીએસસી ઓફિસર, ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...