તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડી, મંગળવારે શૂન્ય કેસ

છોટાઉદેપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 2584 દર્દી સાજા થતાં રજા અપાઈ, હાલમાં 11 દર્દીઓ સારવાર હેઠળ
  • અત્યાર સુધી કુલ 2631 કેસ નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના કોવિડ-19 કેસોમાં મંગળવારના રોજ નવો એક પણ કેસ નોંધાયો ન હતો. કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં પ્રજામાં આનંદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2631 કેસ પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસિસ ( બ્લેક ફંગસના) કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. મંગળવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓ માંથી કોરોના તપાસ અર્થે 524 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં અત્યાર સુધીમાં 2584 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 11 જેટલા દર્દીઓ એડમિટ છે અને 36 દર્દીના મોત થયા છે.છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757 પાવીજેતપુર તાલુકામાં 346 બોડેલી તાલુકામાં 723 સંખેડા તાલુકામાં 293 કવાંટ તાલુકામાં 211 નસવાડી તાલુકામાં 301 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...