તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાણીબાર ગામમાં કોરોના જાગૃતતા અભિયાન

પાનવડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોને કોરોના વિશે માહિતી અપાઇ. - Divya Bhaskar
લોકોને કોરોના વિશે માહિતી અપાઇ.
  • ગામના શિક્ષિત અને જાગૃત યુવાનો દ્વારા જાગૃતતા અભિયાન શરૂ કરાયું
  • કોરોના મહામારીમાં કાળજી રાખવા બાબતે ઘરે ઘરે જઇ વિસ્તૃત માહિતી અપાઈ હતી

કોરોનાને લઇને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અલગ અલગ પ્રકારની ચાલી રહેલી ખોટી ચર્ચાઓ અને ખોટી ગભરાટ અને ખોટી માન્યતાઓ વિશે જાગૃતતા લાવવાના ઉમદા હેતુથી પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલીના સહયોગથી પાણીબાર ગામમાં કોરોના વાઈરસ અને ટેસ્ટિંગ અને સારવાર તેમજ રસીકરણ બાબતે લોકોમાં ગેરસમજ ઉભી થઇ હતી. નકારાત્મક ચર્ચાઓના કારણે લોકો શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાય તો પણ દવાખાને જવાનું ટાળતા હોય છે.

વધુમાં સમયસર દવાખાનાની સારવાર પણ નહીં લેવાના કારણે બીમારી ખુબ વધી જાય છે ત્યારે દવાખાને આવતા હોય ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ગયું હોવાનાં કારણે માણસનું મરણ થઇ જાય છે. તો કેટલાક કિસ્સાઓમાં દવાખાને નહીં જવાનાં કારણે ઘરગથ્થુ નૂસખા અને યોગ્ય સારવાર નહિ કરવાના કારણે ઘરે જ મરણ પામ્યાના કિસ્સા પણ મોટા પ્રમાણમાં બહાર આવ્યા છે.

જેથી લોકો આવી ગેરસમજમાંથી બહાર નીકળી યોગ્ય તપાસ અને જરૂરી સારવાર કરાવે તેવા હેતુથી ગામમાં 6 જેટલી ટીમો બનાવીને આખું ગામ કવર કરીને સર્વેલન્સ કરીને શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિને જરૂરી દવાની કીટ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં જરૂરી સાવચેતી અને કાળજી રાખવા બાબતે ઘરે ઘરે જઇ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અહીં ખાસ ઉલ્લેખનીય છેકે ત્રણ હજાર ની વસ્તી ધરાવતા ગામ પાણીબાર ગામમાં માત્ર 11 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ 13 વ્યક્તિઓના વિવિધ કારણોસર મોત થયા છે. જે ખુબ જ ચિંતા ઉપજાવે તેવી વાત છે અને જેનાં પગલે ગામના શિક્ષિત અને જાગૃત યુવાનોના ગ્રૂપ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ સર્વેલન્સ હાથ ધરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...