તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:છોટાઉદેપુર જિલ્લામાં નવા 8 કેસ સાથે કોરોના આગળ વધ્યો, કુલ આંક 1041

છોટાઉદેપુર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે છોટાઉદેપુર, જબુગામ, આમરોલી, પોચંબામાં કેસ નોંધાયા
 • કોરોનાની તપાસ અર્થે 825 એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવાયા હતા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં સોમવાર તા 5 એપ્રિલના નવા 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 1040ને પાર જતી રહી છે. જે ભારે ચિંતા જનક પરિસ્થિતિ છે. સોમવારના રોજ જિલ્લામાં જે 8 કેસ પોઝિટિવ આવ્યા તેમાં 43 વર્ષની મહિલા છોટાઉદેપુર, 21 વર્ષની યુવતી છોટાઉદેપુર, 21 વર્ષનો યુવાન જબૂગામ બોડેલી, 28 વર્ષનો યુવાન જબૂગામ બોડેલી, 45 વર્ષના આધેડ સરદાર નગર છોટાઉદેપુર, 15 વર્ષની કિશોરી આમરોલી નસવાડી, 35 વર્ષનો યુવાન પોચંબા નસવાડી, 9 વર્ષની બાળકી આમરોલી નસવાડી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. પ્રજામાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1041 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 825 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 935 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 82 જેટલા દર્દીઓ એડમિટ છે અને 24 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 314, પાવીજેતપુર તાલુકામાં 85, બોડેલી તાલુકામાં 326, સંખેડા તાલુકામાં 180, કવાંટ તાલુકામાં 81, નસવાડી તાલુકામાં 55, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે.

જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 20439 પાવીજેતપુર તાલુકામાં 18079 બોડેલી તાલુકામાં 16353, સંખેડા તાલુકામાં 15184, કવાંટ તાલુકામાં 19117, નસવાડી તાલુકામાં 19379 કુલ 108551 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

જબુગામમાં એક મહિલા સંક્રમિત થઈ
બોડેલી તાલુકાના જબુગામમા કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધતા કોરોનાના પોઝિટિવ કેસોનો રાફડો ફાટતા બીજા તબક્કામાં રોજબરોજ આંકડા વધી રહ્યા છે. જબુગામમાં વધુ એક મહિલા કોરોના સંક્રમિત થતાં આંકડો 16 પર પહોંચ્યો છે. ત્યારે આજરોજ વધુ એક નવા બજારમાં રહેતી 57 વર્ષિય મહિલાનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા ગ્રામજનોમા કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. મહિલાને હોમ કોરોન્ટાઈન કરાઈ છે.

જબુગામ કોરોનાની ઝપેટમાં આવતા કોરોના પોઝિટિવ કેસોનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જબુગામમાં રોજબરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે. તંત્ર દ્વારા તો ગાઈડ લાઈન આપવામાં આવે છે. પરંતુ હવે પ્રજાજનોએ જાતે પણ સાવચેતી સાથે જાગૃકતા રાખવાની જરૂર છે. માસ્ક પહેરવું જરૂર છે. એટલું જ સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે જબુગામમાં મોટા ભાગના લોકો માસ્ક પણ પહેરતા નથી. હાલમાં પણ બજારમાં તેમજ શેરી મહોલ્લામાં ટોળા શાહી રીતે સાથે ચોરે ચૌટા, બાંકડા, લારી, ગલ્લા પર બેસી ગામગપાટા મારવા સાથે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે. જબુગામની જનતા સરકારની ગાઈડ લાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. અને જીવલેણ રોગ કોરોનાના રાક્ષસી અજગરને સામેથી આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો