વિવાદ:છોટાઉદેપુર કોંગ્રેસની રાઠવા ત્રિપુટીમાં ટિકિટના મુદ્દે વિવાદ

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવી જેતપુર-છોટાઉદેપુર બેઠકમાં હાલ કોંગ્રેસનું રાજ
  • વરિષ્ઠ નેતાઓની પોતાના પુત્રોને ચૂંટણી લડાવવા કવાયત

છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુર અને છોટાઉદેપુર બેઠક ઉપર હાલ કોંગ્રેસનું રાજ છે અને સંખેડા બેઠક હાલ ભાજપના ફાળે છે. પરંતુ હાલમાં છોટાઉદેપુર કોંગ્રેસની રાઠવા ત્રિપુટીમાં ટિકિટના મુદ્દે વિવાદ વંટોળ ચાલી રહ્યો છે. વરિષ્ઠ નેતાઓ પોતાના પુત્રોને ચૂંટણી લડાવવા ટિકિટની માંગ કરી રહ્યા છે. પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામ રાઠવાને ટિકિટ મળે તેવી માગ કરી છે. જ્યારે ધારાસભ્ય મોહનસિંહે પુત્ર રાજેન્દ્રસિંહને ટિકિટ મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જેમાં મોટા ભંગાણો થઈ શકે તેમ લાગી રહ્યું છે. જેના કારણે જિલ્લાની ત્રણેય બેઠક કોંગ્રેસ ગુમાવી શકે તેમ રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે.

હાલ રાજકીય ક્ષેત્રે દિગ્ગજ નેતાઓમાં ટિકિટ મેળવવા ખેંચતાણ ચાલી રહી છે જેમાં છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરનો મુદ્દો વધુ ચર્ચામાં છે. કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો તથા ગ્રામીણ સરપંચો માગ કરી રહ્યા છે કે છોટાઉદેપુર વિધાનસભા વડોદરા જિલ્લામાં હતી ત્યારથી અત્યાર સુધી જેટલા પણ ધારાસભ્ય ચૂંટાયા તેમાં મોટાભાગના બહારના તા.ના છે.

પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે કે આ વખતે છોટાઉદેપુર નગરમાંથી ધારાસભ્યના ઉમેદવાર તરીકે ટિકિટ અપાય. હાલ છોટાઉદેપુર ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવા જેતપુર પાવીના છે. છોટાઉદેપુરમાં સક્ષમ ઉમેદવારો હોવા છતાં તાલુકામાંથી ટિકિટ અપાય તો ફાયદો રહે તેમ કાર્યકરો અને સરપંચોમાં ચર્ચાઇ રહ્યું છે. મોવડી મંડળ યોગ્ય નિર્ણય ન લે તો કોંગ્રેસને હારનો સામનો કરવો પડે તેમ પણ ચર્ચાઈ રહ્યંુ છે.

વર્ષોથી છોટાઉદેપુર વિધાનસભામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ અપાઇ નથી
છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવે તેવી અમારી કાર્યકરો તથા શહેર જનતાની ઘણા વર્ષોથી માગ છે. છેલ્લા ઘણા વર્ષોથી છોટાઉદેપુર વિધાનસભામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. જે મોવડી મંડળ દ્વારા આપવામાં આવે વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરી છે કે હું ચૂંટણી લડવાનો જ છું. તો હાલમાં ટિકિટની માગ કરી રહેલા રાજેન્દ્રસિંહ રાઠવા જેઓ જેતપુર પાવીના વતની છે તેઓએ એક ટમ રાહ જોવી જોઈએ. તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.
> ફેઝલભાઈ મલા, પ્રમુખ, છોટાઉદેપુર શહેર કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...