તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમનો કોંગ્રેસ દ્વારા વિરોધ, વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમનો કોંગ્રેસ દ્વારા વિરોધ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કોંગી હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર નહી રહે

છોટાઉદેપુરના દરબાર હોલમાં તારીખ 9ના રોજ સરકારી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેનો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો વિરોધ કરી કાર્યક્રમમાં હાજર રહેવાના નથી. કાર્યક્રમમાં વિરોધ કરવાનું કારણ સાંસદ નારણભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે જિલ્લાના આદિવાસીઓના પડતર પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. અને તેઓને અન્યાય થાય છે જેથી અમો વિરોધ કરીએ છીએ.

ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે જે આદિવાસીઓના ઉત્થાન અર્થે નાણાં ફાળવવામાં આવે છે. એટલે ખર્ચ થતો નથીએ નાણાં અન્ય જગ્યાએ વાપરી નાખવામાં આવે છે. આદિવાસીઓના જાતિના દાખલ અંગે પણ હાથતાળીઓ આપવામાં આવે છે અને સરકાર વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા આવે છે. જેથી અમે આ કાર્યક્રમનો વિરોધ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...