ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારો દ્વારા આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે 139 સંખેડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ભીલે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આજે ધીરુ ભીલે દરેક બુથમાંથી એક કાર્યકર ફોર્મ ભરવા લાવીને આચાર સંહિતા ભંગ ન થાય તે રીતે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
હું કોંગ્રેસનો એક વફાદાર સૈનિક છું અને રહીશઃ ધીરુ ભીલ
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું એક ભાઈ તરીકે રહ્યો છું અને મને ભાઈ તરીકે સ્વીકાર્યો છે, એ માટે મારો વિજય નિશ્ચિત થવાનો છે. હમણાં ઘણી જગ્યાએ આમ થાય કે પાંચ વર્ષ ટિકિટ ના મળે તો આમથી આમ જાય, મારા કોલર પર કાળો ડાઘ પડવા દેવાનો નથી, હું કોંગ્રેસનો એક વફાદાર સૈનિક છું અને હંમેશા વફાદાર સૈનિક તરીકે રહીશ. કરોડો રૂપિયાની ઓફરો કરી પણ પાર્ટી આ વખતે ટિકિટ ના આપતી તો પણ હું કોંગ્રેસ છોડવાનો ન હતો. મોહનસિંહ મારા રાજકીય ગુરુ છે, એટલે મારે કાઈ કહેવું નથી, પણ ગુરુ શિષ્યની જે વાત છે એ નિભાવવાની એમની જવાબદારી છે. હું એવું માનુ છું કે ગુરુ શિષ્યનો સંબંધ રાખ્યો છે, તો શિષ્યને નમવાનું હોય અને ગુરુએ આશીર્વાદ આપવાના હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.