તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે:છોટાઉદેપુર 108 દ્વારા મધર્સ ડે નિમિત્તે વીડિયો કોલથી માતાઓને અભિનંદન

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108 ઈમરજન્સી સેવાના કર્મીઓ લોકોનું મહામૂલી જીવન બચાવવા તત્પર

વિશ્વમાં હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે. તે મહામારી દરમિયાન 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકોની મહામૂલી જીવન બચાવવા તત્પર છે. 108ના કર્મચારીઓની માતાઓને રવિવારે મધર્સ ડે નિમિત્તે તેમની માતાઓને વીડિયો કોલ કરી જે કોરોનાની મહામારીના જંગમા લડી રહ્યા છે એ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા તેમની માતાઓ ખુશ છે કે તેમના પુત્રો લોકોનું જીવન બચાવવાનું કામ કરી રહ્યા છે. તે બદલ તેઓ ગર્વ અનુભવી રહ્યા છે અને 108 સંસ્થાને પણ અભિનંદન પાઠવી રહ્યા છે

કોરોના વોરિયસ 108 ઇમરજન્સી સેવાની માતાઓને તેમના ઉપરી અધિકારીઓ દ્વારા પણ વીડિયો કોલ દ્વારા તેમને અભિનંદન પાઠવ્યાં હતા. રવિવારે મધર્સ ડે નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કર્મચારીઓનો માતૃશ્રીને વીડિયો કોલ દ્વારા શુભકામના દ્વારા તેઓનું અભિનંદન કરવામાં આવ્યું હતું. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ લોકેશનના ઈએમટી હિતેશભાઈ ઠાકોરના માતૃશ્રીને કોલ કરતા તેમની સાથે તેમના પિતા પણ હતા તેઓ સાથે થયેલી વાતચીત ખરેખર ગર્વ લેવા જેવી છે.

અન્ય સમાચારો પણ છે...