માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી:છોટા ઉદેપુર ખાતે જીલ્લા પોલીસ દ્વારા કરાઈ; પ્લેકાર્ડ સાથે રેલી કાઢવામાં આવી

છોટા ઉદેપુર21 દિવસ પહેલા

છોટા ઉદેપુર પેટ્રોલ પંપ પાસે જીલ્લા પોલીસ દ્વારા આરટીઓના સહયોગથી માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી શરૂ કરાઇ હતી. આજે પેટ્રોલ પંપ પાસે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, આરટીઓ અધિકારી અફઝલ પરમાર હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, ગત વર્ષે જીલ્લામાં માર્ગ અકસ્માતમાં 125 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલામાંથી મોટાભાગના ઘરના મોભી હતા. જેના મૃત્યુથી ઘર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આવા અકસ્માતો ઘટાડવા, તેના નિયમોનું પાલન થાય અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેના માટે દરેક નિયમો અંગે લોકોને જાગૃત કરવા માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવશે. લોકોને સમજાવીને નિયમો પાળવા માટે અનુરોધ કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે પોલીસ દ્વારા પ્લેકાર્ડ સાથે રાખીને એક રેલી પણ કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...