તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં જાહેર રસ્તાઓ ઉપર ધૂળ ઉડવાની ફરિયાદ, વાહનોને કારણે ધૂળ ઊડતી હોય છે અને અકસ્માત થવાનો પણ ભય રહે છે

છોટાઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરમાં રસ્તાઓ ઉપર ધૂળ ઉડવાની ફરિયાદ ઉઠી છે. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં રસ્તાઓ ઉપર ધૂળ ઉડવાની ફરિયાદ ઉઠી છે.

છોટાઉદેપુર નગરમાં આવેલ જાહેર રસ્તાઓ ઉપર ઘણા સમયથી ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વાહનોની થતી અવર જવરના કારણે ધૂળ જાહેર રસ્તાઓ ઉપર ધૂળ ઊડતી જોવા મળી રહી છે. વધારે ઊડતી ધૂળના કારણે રાહદારીઓને તથા આસપાસના રહેણાંક વિસ્તારમા રહેતા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ધૂળ આંખોમાં ઉડે છે અને મોઢામાં જવાથી ખાંસી થાય છે.

છોટાઉદેપુર નગરમાં જાહેર રસ્તાઓ ઉપર ધૂળના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ ઉપર થતા વાહન વ્યવહારને કારણે મુખ્ય રસ્તાઓ ઉપર આસપાસના મકાનોમાં ડસ્ટ ઉડીને આવવાની ફરિયાદ રહીશો કરી રહ્યા છે. નગરના રહીશો જણાવી રહ્યા છે કે આવતા જતા વાહનોને કારણે જે ધૂળ ઉડે છે. તે ઘરમાં પણ આવે છે. જે આરોગ્ય માટે પણ જોખમ રૂપ છે. આ અંગે તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર જામેલી ધૂળ સાફ કરાવવી જોઈએ તેમ પ્રજા ઈચ્છી રહી છે.

છોટાઉદેપુર નગરમાં ઘણા મોટરસાયકલ ચાલકો ફૂલ સ્પીડથી મોટરસાયકલ હાંકતા જોવા મળે છે. જેના કારણે અકસ્માતો થવાની શક્યતાઓ પણ રહેલી છે. વધારે સ્પીડમાં ચાલતા વાહનોને કારણે પણ ધૂળ ઊડતી હોય છે. ફૂલ સ્પીડમાં ચાલતા મોટરસાયકલ ચાલકોને અટકાવવામાં પણ તંત્ર પાંગળું પુરવાર થયું છે. જે મનુષ્યના સ્વસ્થ માટે જોખમ રૂપ છે. જે અંગે તંત્ર યોગ્ય પગલાં ભરે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.

આ અંગે નગરપાલિકા પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ જણાવી રહ્યા છે કે ઘણા સમયથી નગરપાલિકાનું રોડ સ્વીપર મશીન બંધ હાલતમાં છે. જેને રીપેરીંગ કરાવવા અર્થે ઘણા પ્રયાસો કર્યા પરંતુ મશીનના સાધનો મળતા નથી. જેના કારણે આ સમસ્યા ઉદભવી છે. સાધનો મળતા જ મશીન રીપેરીંગ કરાવી ટૂંક સમયમાં જ નગરના રસ્તાઓ ઉપર જામેલી ધૂળનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો