છેડતી:રોજકુવાના આદિવાસી દંપતીને ખેતમજુરીના પૈસા ન મળતા ફરિયાદ

તેજગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઠિયાવાડમાં વાડીનો માલિક વારંવાર આદિવાસી મહિલાની છેડતી કરતો

થોડા દિવસ અગાવ ખેડૂત પાસે પોતાના ભાગની રકમની માંગણી કરેલી અને ખેડૂતે જણાવેલ કે એક બે દિવસમાં આપી દઈશ. અને તેજ દિવસની રાત્રેએ વાડીમાં આવેલ ઓરડીમાં આરામ કરતા હતા અને મારા પતિ થાકના કારણે સુઈ ગયા હતા. તે સમયે વાડીવાળા દિનેશભાઈ મારી પાસે આવી કહેવા લાગ્યા કે આપણે પાણી વળવા માટે જવાનું છે. એમ કહી મહિલાને ખેતરમાં લઈ ગયા હતા અને ખેતરમાં ગયા બાદ મહિલાની છેડતી કરેલી. મહિલાની ઈજ્જત લૂંટવાનો પ્રયત્ન કરતા મહિલાએ બુમાબુમ કરતા મહિલાના પતિ આવી પહોંચ્યા હતા.

દરમિયાન વાડીના માલિકે દંપતીને જોર જોરથી બિભસ્ત ગાળો આપવાનું ચાલુ કરી દીધું હતું અને જણાવેલ કે હવે મારે તમોને એક પણ રૂપિયો આપવાનો નથી અને તમે હમણાં ને હમણાં ચાલ્યા જાવ. નહીતર તમને મારી નાખીશું. તેવી ધમકી આપવામાં આવી હતી અને વાડીના માલિક તેમના ઘરે જઈને પાછા બંને દીકરાને લઈને આવેલા અને ત્રણેય બાપ દીકરા ભેગા મળીને અમને કુહાડી વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અને અમે પતિ, પત્ની, પુત્ર સાથે જેમ તેમ કરીને વાડીમાંથી અમારો જીવ બચાવીને અમારા ઘરે રોજકુવા ગામે પરત ફર્યા છે. અમને ભાડુ પણ આપવામાં આવેલ નથી. અને અમે લોકોની પાસે ઉછીનું ભાડુ લઈને અમારા ઘરે આવ્યા છે. આવું અરજીમાં લખેલ છે.

વાડીવાળાએ બીભત્સ વર્તન કરેલ અને સાલા આદિવાસીઓ અમારી પાસે પૈસા મંગો છો. જો હવે માગણી કરી છે તો અમને જીવતા કાપી નાખીશું. તેમ કહી અમારી જાતિ વિષયક અપમાનિત કરેલ છે. અને મારી છેડતી કરી મારી ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરેલ છે. જેથી તમામ સામે IPC કલમ 354, 406, 420, 504 તથા 506(2) તથા એટ્રોસિટી એકટ મુજબ ગુન્હો નોંધી ફરિયાદ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...