ફરિયાદ:છોટાઉદેપુરના શહેર ભાજપ મહામંત્રી સામે દુષ્કર્મનો ગુનો; લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી, બાળકના આવ્યા બાદ બંનેને તરછોડ્યા

છોટાઉદેપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

છોટાઉદેપુર શહેર મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયા સામે વિશ્વાસમાં લઈ આજીવન સાચવવાની લાલચ આપી, અવારનવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી છે. માતા અને બાળકને સ્વીકારવાની ના પાડતાં બાળકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

છોટાઉદેપુર શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય સામે નોંધાવેલી ફરિયાદમાં બાળકની માતાએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં રાજપૂત ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયાએ મારા મોબાઈલ પર અવારનવાર ફોન કરી પ્રપોઝ કર્યું હતું અને મેં હા પાડતાં મને લગ્નની લાલચ આપી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેના સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ મારી સાથે ઝઘડો કરી હું તારી સાથે લગ્ન કરવાનો નથી, હું ભાજપમાં મોટો હોદ્દો ધરાવું છું, તું મને બદનામ કરવા આ બધું કરે છે, એમ કહેતાં મને લાગી આવતાં એ વખતે ઝેરી દવા પી લીધી હતી. એ વખતે પોલીસ સ્ટેશને અમેએ ફરિયાદ પણ આપી હતી.

હાલ આ બાબતનો કેસ કોર્ટમાં ચાલતાં મહેશ અંબાલિયાએ મને ફરીથી વિશ્વાસમાં લઇ ભલે મેં લગ્ન કરી લીધા હોઇ હું તને રાખીશ એમ જણાવી સમાધાન કરી તેના કહ્યા મુજબ કોર્ટમાં જુબાની આપી કેસ પતાવી દીધો હતો. થોડા સમય પછી અમે એકબીજાની મરજીથી મળવા લાગેલા અને મારું શારીરિક શોષણ કરતો હતો, જેથી મને ગર્ભ રહેતાં મારી સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું. ગર્ભ પડાવવા અર્થે ધાકધમકી આપતો હતો. સમય જતાં છોટાઉદેપુર ખાતે ડિલિવરી થઈ હતી અને મારા બાળકને તથા મને સ્વીકારવાની ના પાડી તરછોડી છે, એમ બાળકની માતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે પોલીસે ઇપીકો કલમ 376, 506 (2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.