તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ડોલોમાઈટ ખનીજના 8 સ્ટોક ધારકો વિરુદ્ધ કોર્ટમાં ગેરરીતિની ફરિયાદ

છોટાઉદેપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગનો સપાટો : કુલ રૂા. 5 લાખ ઉપરાંતની વસૂલાત કરાઈ
 • 211 જેટલા બનાવટી પાસ બનાવી ડોલોમાઈટ ખનીજનું ગેરકાયદે વેચાણ ઝડપાયું

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેર કાયદેસર રીતે ડોલોમાઈટ ખનીજની બનાવટી ડિલિવરી ચલણ / રોયલ્ટી પાસ બનાવી ડોલોમાઈટ ખાણીજનું વેચાણ કરતા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. જે સંદર્ભે 8 સ્ટોક ધારકો વિરુદ્ધ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુર પ્રવીણભાઈ ખંભાલાએ કોર્ટમાં ફરિયાદ કરી છે.

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ડોલોમાઈટ ખનીજ ખનન અને વહન અંગે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગે તંત્રએ 2 ટ્રક/ડમ્પરોમાં બનાવટી રોયલ્ટી પાસ બનાવી ડોલોમાઈટ ખનિજનું વહન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે સંદર્ભે તંત્ર દ્વારા ટ્રકોના માલિક/વાહન ચાલક તેમજ તેમાં સંડોવાયેલા અન્ય ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે.

ત્યારબાદ રાજ્યની ફ્લાઈંગ સવોડ અને જિલ્લાની ખાણ ખનીજ ટિમ દ્વારા ડોલોમાઈટ ખાણીજમાં ચાલી રહેલ ગેરરીતિની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ડોલોમાઈટના પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોક ધારકો દ્વારા બનાવટી ડિલિવરી ચલણ/ રોયલ્ટી પાસ બનાવી ડોલોમાઈટનું વેચાણ કરતા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં આઠ સ્ટોક ધારકો (1) જૈમીન મિનરલ (2) શાહ મિનરલ (3) કાલિકા મિનરલ (4) નૂતન મિનરલ (5) જય અંબે માઇક્રોન (6) શ્યામ માઇક્રોન (7) સિદ્ધિ વિનાયક મિનરલ (8) પ્રગતિ માઇક્રોન પ્રોસેસિંગ યુનિટ સ્ટોક ધારકો દ્વારા 211 જેટલી બનાવટી પાસ બનાવી ડોલોમાઈટ ખનિજનું વેચાણ કરેલ હોય આ તમામ સ્ટોક ધારકો વિરુદ્ધ માઇનસ એન્ડ મિનરલ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન ) એકટ 1957 સેકટર 22 હેઠળ છોટાઉદેપુર કોર્ટમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રવીણભાઈ ખાંભલાએ ફરિયાદ દાખલ કરી છે. 112 જેટલા ડોલોમાઈટ ખનીજના પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોક ધારકોની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છોટાઉદેપુર ભૂસ્તર શાસ્ત્રી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

ભૂસ્તર શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં એપ્રિલ 2020થી નવેમ્બર 2020 સુધી બિન અધિકૃત ખનન કરતા 28 કેસ, બિન અધિકૃત વહનના 282 કેસ અને બિન અધિકૃત સંગ્રહના 22 કેસ એમ મળી કુલ 332 કેસ કરી કુલ 5,43,68 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ 18 જેટલા કેસોમાં ફરિયાદ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો