તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0નો પ્રારંભ

છોટાઉદેપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં 35,000ને યોજના હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક નક્કી કરાયું
  • પ્રથમ તબક્કામાં જિલ્લાના ઘણા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ ચૂક્યા છે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 10 ઓગસ્ટ 2021થી સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0નું અમલીકરણ શરૂ કર્યું છે. તે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રાજયમાં બાકી રહી ગયેલા 10 લાખ પરિવારોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0 હેઠળ આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં બાકી રહી ગયેલા શક્ય એટલા વધુ લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાય એ માટે જિલ્લા પુરવઠા અધિકારી મિતેશભાઇ વસાવાએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અધિકારીઓ, ગેસ એજન્સીધારકો અને નાયબ મામલતદાર પુરવઠા સાથે બેઠક કરી વધુમાં વધુ લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવા સૂચના આપવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં 35,000ને આ યોજના હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં પણ જિલ્લાના ઘણા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ ચૂક્યા છે.

આ યોજના અંતર્ગત ગેસ કનેકશન મેળવવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના બી.પી.એલ અને અંત્યોદય કાર્ડધારક લાભાર્થીઓએ અરજીફોર્મ, રેશનકાર્ડમાં નામધારક તમામના આધારકાર્ડ, રેશનકાર્ડમાં સમાવિષ્ઠ કોઇ એક મહિલાના બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઇલ નંબર સહિત નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા પુરવઠા અધિકારી તરફથી જણાવાયું છે.

વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે
છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 નો પ્રારંભ કરી દેવાયો છે. જે અંગે તંત્રે પણ કમર કસી લીધી છે. બાકી રહી ગયેલા લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અધિકારીઓ ગેસ એજેન્સી ધારકો સાથે બેઠક કરી વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. જિલ્લામાં 35000 લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લાના બી પી એલ અને અંત્યોદય કાર્ડ ધારક લાભાર્થીઓને આ યોજના અંતર્ગત જરૂરી કાગળો સાથે નજીકની ગેસ એજેનસીનો સંપર્ક કરવા અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...