બીમારીમાં વધારો:છોટાઉદેપુરમાં બેવડી ઋતુથી શરદી-ખાંસી-તાવનો વાવર, છેલ્લા 15 દિવસથી 200થી 250 ઓપીડી આવી રહી છે

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં વાદળ છાયા માહોલની તસવીર. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં વાદળ છાયા માહોલની તસવીર.
  • વાદળછાયા માહોલને કારણે બીમારીઓમાં થયેલો વધારો

છોટાઉદેપુર પંથકમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. બપોરે તાપ તથા રાત્રીના તથા વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. જેના કારણે હાથપગ સાંધાના દુ:ખાવા શરદી, ખાંસી, તાવ, વાયરલ ફીવર જેવી બીમારીનો પ્રજા સામનો કરી રહી છે. બેવડી ઋતુ ઠંડી-ગરમીના કારણે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વાયરલ ફીવર શરદી, ખાંસી, હાથપગના દુઃખાવા જેવા છેલ્લા 15 જેટલા દિવસોથી 200થી 250 જેટલી ઓપીડી આવી રહી છે તેમ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અનિલભાઈ ધાકરે જણાવ્યું હતું.

ઠંડી અને ગરમી તથા વાદળ છાયા માહોલને કારણે ભારે શરદી અને ખાંસીના અનેક કેસ નોંધાઇ રહ્યા છે. પ્રજા ત્રાસી ગઈ છે. નગરમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મચ્છરોના ત્રાસથી ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવા કેસોમાં વધારો થવાની ભીતિને લઇ તંત્ર દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરી સમસ્યાનો નિકાલ કરવાની પ્રજાની માગ છે.

અન્ય સમાચારો પણ છે...