છોટા ઉદેપુરમાં સાર્વત્રિક વરસાદ:કવાંટમાં મેઘો મહેરબાન; રાત્રી દરમિયાન મૂશળધાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

છોટા ઉદેપુર5 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે ગઇકાલ સાંજથી જ મેઘો મહેરબાન થયો હતો, સાંજના 6 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી, અને વરસાદે ધીમે ધીમે ગતિ વધારી હતી. ત્યારે રાત્રીના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હતો. અને સાંજના 6 વાગ્યાથી લઈને રાત્રીના 2 વાગ્યા સુધીમાં લગભગ 7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હતો. અનરાધાર વરસાદને પગલે કવાંટના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા, અને નીચાણવાળા વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી બાજુ રસ્તા જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રાત્રીના બે વાગ્યે વરસાદ બંધ થતાં ગ્રામજનોએ હાશકારો લીધો હતો.

છેલ્લા ગઇકાલ સવારના 6 થી આજે સવારના 6 વાગ્યા એટલે 24 કલાકમાં છોટા ઉદેપુર જીલ્લામાં પડેલ વરસાદના આંકડા

  • છોટા ઉદેપુર 05 મીમી
  • પાવી જેતપુર 20 મીમી
  • બોડેલી 01 મીમી
  • સંખેડા 09 મીમી
  • નસવાડી 18 મીમી
  • કવાંટ 161 મીમી
અન્ય સમાચારો પણ છે...