છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગ્રામ પંચાયતના રમત ગમત મેદાન ખાતે આંતર વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટ ગઈકાલે ખેલદીલી ભાવના સાથે ઉત્સાહ પુર્વક ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન સમારોહ પ્રસંગે પ્રભારી મંત્રી નિમિશા બેન સુથાર, સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિહ સરપંચ નરસિંહભાઈ રાઠવા ત. કમ. મંત્રી બાલુભાઇ ભરવાડ ન્યાય સમિતિ ચેરમેન આકાશ ચૌહાણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં વિજેતા અને ઉપવિજેતા, મેન ઓફ ધી મેચ જેવા અનેક પુરસ્કારો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવા માટેનો સમાાન સમારોહ ગત રાત્રીએ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કર્મચારીઓની વિજેતા ક્રિકેટ ટીમને અને રનર્સઅપ પ્રાયોજના વહીવટદાર વિભાગના કર્મચારીઓની ટીમ વચ્ચેની ફાઇનલ મેચમા મેન ઓફ ધી મેચ તરીકે જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના વિજયભાઈ પટેલ જેમણે 16 રન અને 6 વિકેટ લીધી હતી. જિલ્લા પંચાયતના નીરજભાઈ દરજી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ 291 બનાવ્યા હતા. જ્યારે ટ્રાયબલ વિભાગની કર્મચારીઓની ટીમના 20 રનમાં 12 વિકેટ ઝડપીને બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે જિલ્લા પંચાયત કર્મચારીઓ ક્રિકેટ ટીમના ધીરજભાઈ ચૌધરીએ 12 કેચ ઝડપીને બેસ્ટ ઓફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર મેળવ્યો હતો. મેન ઓફ ધ સીરીઝ સંજય રાઠવાને જાહેર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.