તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગર પાલિકાના સફાઇકર્મીઓની ટીમને નગરના જાહેરમાર્ગો પર રાત્રીના સફાઇ અભિયાન માટે નગર પાલિકાના મહિલા પ્રમુખના પતિ તેમજ કારોબારી ચેરમેનના દિશાનિર્દેશ સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ટાવર રોડ, માર્કેટ બજાર તેમજ છીપવાડ બજાર સહિતના મુખ્ય રસ્તાઓની પાલિકાના સફાઇકર્મીઓએ સફાઇ હાથ ધરી હતી. ટ્રેક્ટર, ટેમ્પો સહીતના સંશાધનો લઈ સફાઇકર્મીઓએ સમગ્ર વિસ્તારના માર્ગો પરનો કચરો, ધુળનો જથ્થો ભરી જતા માર્ગોની સફાઇ થતા વેપારીઓ, દુકાનદારો સહિત નગરજનોમાં પ્રશંસા થવા પામી હતી.
ડભોઇ નગર પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલકુમાર શાહ તેમજ ચીફ ઓફીસર એસ.કે. ગરવાલે સંયુક્ત રીતે નગરની સફાઇ માટેનુ આયોજન ઘઢી સેનેટરી વિભાગના કર્મચારી ઇકબાલભાઇ મનસુરીને સફાઇ કર્મીઓની ટીમને રાત્રીના નગરમાં દુકાનો, ધંધા રોજગાર અને વાહન વ્યવહાર નહીવત હોય માટે રાત્રીના સફાઇ કરવાનો આદેશ આપ્યો હતો.
એટલુ જ નહી રાત્રીના સફાઇ અભિયાન હાથ ધરાતા પાલિકા પ્રમુખના પતિ સંજયભાઇ દુલાણી (કાલીસિંધી) તેમજ કારોબારી ચેરમેન વિશાલકુમાર શાહ સફાઇ અભિયાનમાં હાજર રહી સફાઇ કામગીરીનું જાતે નિરીક્ષણ પણ કર્યુ હતુ. ટાવર રોડ, માર્કેટ બજાર, છીપવાડ બજાર સહીતનો કચરા અને ધુળથી ખદબદી રહેલો વિસ્તાર સફાઇ થયા બાદ લોકોની આંખ ઠરી ગઈ હતી. જેથી નવનિયુક્ત હોદ્દેદારોએ સફાઇ અભિયાન હાથ ધરાવતા નગરજનોમા પ્રશંસા થવા પામી હતી.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.