નિરીક્ષકોનો સીધો સંપર્ક:જિલ્લાના નાગરિકો ચૂંટણી નિરીક્ષકોનો સંપર્ક કરી શકશે

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓબ્ઝર્વરો તરફથી નંબર જાહેર કરાયાં

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બીજા તબકકામાં 5મી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાશે. જેને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો ચૂંટણીને લગતી કોઇ પણ બાબત માટે ચૂંટણી નિરીક્ષકોનો સીધો સંપર્ક સાધી શકશે. ચૂંટણી નિરીક્ષકોનો સંપર્ક નાગરિકો કરી શકશે જેમાં 137-છોટાઉદેપુર બેઠક માટે ઓમપ્રકાશ બકોરિયા મોબાઇલ નંબર 8160834962, 02669-299124 સવારે 10-00થી 11-00 વિશ્રામગૃહ છોટાઉદેપુર, 138- જેતપુરપાવી બેઠક માટે આન્દ્રા વામ્સી 8849514474, 02669-299125 સવારે 10-00થી 11-00 વિશ્રામગૃહ છોટાઉદેપુર 139-સંખેડા બેઠક માટે સંજયકુમાર જૈન 8849526262, 02669-299126 સવારે 10-00થી 11-00 વિશ્રામગૃહ છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો કોઇ પણ ચૂંટણીલક્ષી ફરિયાદ માટે ઉપર્યુકત સ્થળે અને સમયે રૂબરૂ અથવા ઉપર્યુકત મોબાઇલ નંબર કે લેન્ડલાઇન નંબર ઉપર સંપર્ક સાધી શકશે એમ ઓબ્ઝર્વરો તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...