તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરની પ્રદક્ષિણા:શ્રી હાંફેશ્વર શિવાલયનો ઘુમ્મટ દેખાતાં લોકોની બોટમાં પ્રદક્ષિણા

છોટાઉદેપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાંફેશ્વર ખાતે ડૂબાણમાં ગયેલ જુના મંદિરનો ઘુમ્મટ દેખાયો. - Divya Bhaskar
હાંફેશ્વર ખાતે ડૂબાણમાં ગયેલ જુના મંદિરનો ઘુમ્મટ દેખાયો.
  • સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધતા મંદિર ડૂબાણમાં ગયું હતું
  • પાણી ઊતરતા 9 દિવસથી ઘુમ્મટ દેખાઈ રહ્યો છે

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હાંફેશ્વર શિવાલય ખાતે ડૂબાણમાં ગયેલ મંદિરનો ઘુમમટ દેખાવા લાગ્યો છે. જેનાથી ભક્તોમાં ભારે આસ્થાની લહેર જોવા મળી છે.છોટાઉદેપુર જિલ્લામાં આવેલ હાંફેશ્વર યાત્રાધામ ખાતેનું જૂનું મંદિર નર્મદા નદીથી અડીને આવેલ હતું. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધતા ડેમની પાછળના વિસ્તારોમાં વધુ પાણી એકત્રિત થતા ડૂબાણમાં ગયેલું શિવાલય જેમાં નદીના પાણીમાં એકાએક ઘટાડો થતા છેલ્લા 9 દિવસથી જૂના મંદિરનો ઘુમ્મટ દેખાવા લાગ્યો છે. જેને નિહાળવા અને દર્શન કરવા અર્થે ભક્તો બોટમાં બેસીને મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છે.

હાંફેશ્વર મંદિરનો ઇતિહાસ પાંડવોના સમયનો છે. પ્રાચીન મંદિર હોવાથી દેશના ઘણા રાજ્યોમાંથી દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને કુદરતી સૌંદર્યનો આનંદ લૂંટતા હોય છે. હાલમાં ફરી જૂના મંદિરનો ઘુમ્મટ દેખાતા ભક્તોમાં ભારે શ્રદ્ધાની લહેર જોવા મળી હતી.આ તીર્થ ખાતે આવતા તમામ પરિક્રમા વાસી, શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ ઊંચા ઊંચા ડુંગરો, ખીણોમાં પગપાળા ચાલતા ચાલતા થાક લાગવાથી અને શ્વાસો શ્વાસની ક્રિયા ઝડપી થવાથી તથા હાંફ ચઢવાથી આ પવિત્ર તીર્થનું નામ હાંફેશ્વર મહાદેવ પડ્યું તેમ પૌરાણિક માન્યતા મુજબ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...