છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર અતુલચંદ્ર એચ સિન્હાની બદલી છોટાઉદેપુરથી તા 15/6/22 ના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે કરવામાં આવી હતી. જેનાથી છોટાઉદેપુર પાલિકાને કાયમી મળેલ ચીફ ઓફિસરની માત્ર 6 મહિનામાં બદલી થતા ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર છોટાઉદેપુર પાલિકા ખાતે તા 11/11/2021 ના રોજ હાજર થયા હતા. 6થી7 મહિનાની ખુબજ ટૂંકી કાર્યઅવધીમાં તેઓએ કરેલ કામગીરી અંગે નગરમાં વખાણ થયા હતા. જેઓની બદલી થતા શહેરીજનોમાં અસંતોષ જોવા મળતો હતો.
ચાલતી ચર્ચાઓ મુજબ બદલી થયા બાદ તેઓને પ્રાદેશિક કમિશનર દ્વારા રીલિવ કરવામાં નહિ આવતા અત્રેના રાજકીય આગેવાનો દ્વારા રાજકીય જોર લગાડવામાં આવ્યું હતું. પરંતુ લોક માંગણી અને નગરના હિતને ધ્યાને લઇ પાલિકા વોર્ડ નં. 7ના કોર્પોરેટર વંદન પંડ્યા દ્વારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મેહતાને આ અંગે રજૂઆતો કરી હતી.જે અંગે ડભોઈના ધારાસભ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં મુલાકાત પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
જે અંગે મુખ્યમંત્રીએ નગરજનોની લાગણી જિલ્લાના સ્થાનિક હોદ્દેદારો અને ડભોઈના ધારાસભ્યની રજુઆતને ધ્યાને લઇ તા 3/8/22ના રોજ છોટાઉદેપુર પાલિકા ચીફ ઓફિસરની 15/6/22ના રોજ જંબુસર મુકામે થયેલ બદલી મૂળ અસરથી રદ કરી છે. અને છોટાઉદેપુર પાલિકા ખાતે ચીફ ઓફિસરને ચાલુ રાખવા હુકમ કર્યો છે. જે અંગે નગરજનો તથા સ્થાનિક રાજકારણમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. અને રાજકીય આગેવાનોની મેહનત રંગ લાવી છે.
આવનારા દિવસોમાં નગરનો વિકાસ વેગ વંતો બનશે
છોટાઉદેપુર નગરના વિકાસને પ્રાધાન્ય આપી હમેશા પ્રજાના હિત અર્થે પ્રયાસો કર્યા છે. તેવા અધિકારીની નગરને જરૂર હતી. આવનારા દિવસોમાં નગરનો વિકાસ વેગ વંતો બનશે. અને પાલિકાને પોતાની પેઢી સમજી બેઠેલાઓ કાબુમાં આવશે તેમ જણાવ્યું હતું. - વિમલભાઈ દરજી, સામાજીક કાર્યકર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.