મુલાકાત:છોટાઉદેપુરના ચૂંટણી નિરીક્ષકોએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્ર ખાતેની સુવિધાઓ અંગે સમીક્ષા કરી

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે નિયુકત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષકોએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. 5 ડિસેમ્બરના રોજ બીજા તબકકામાં ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. આ ઓબ્ઝર્વરોએ સરકારી પોલીટેકનીક કોલેજ, છોટાઉદેપુર ખાતે આવેલા મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

મતગણતરી કેન્દ્રની મુલાકાત દરમિયાન ઓબ્ઝર્વરોએ મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરી મતગણતરીની પ્રક્રીયા અંગે વિગતે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત તેમણે સ્ટ્રોંગરૂમનું પણ નિરીક્ષણ કરી સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્ર ખાતેની જરૂરી સુવિધાઓ અંગે પણ સમીક્ષા કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે ચૂંટણી નિરીક્ષકોને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતગણતરી અંગે કરવામાં આવનારા આયોજન અંગે વિગતે જાણકારી આપી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ પણ ચૂંટણી નિરીક્ષકોને જરૂરી વિગતોથી વાકેફ કરાવ્યા હતા. ચૂંટણી નિરીક્ષકોને આ મુલાકાત દરમિયાન પોલીસ ઓબ્ઝર્વર, અધિક નિવાસી કલેકટર આર.કે. ભગોરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, કાર્યપાલક ઇજનેર અમરસિંહ રાઠવા, ચૂંટણી મામલતદાર અમ્રતભાઇ પ્રજાપતિ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...