આયોજન:છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજ ખોરીના અંગે લોક દરબાર યોજાયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજ ખોરી અંગે જાગૃતિ લાવવા લોક દરબાર યોજાયો હતો. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજ ખોરી અંગે જાગૃતિ લાવવા લોક દરબાર યોજાયો હતો.
  • નાગરિકોને વ્યાજ ખોરી અંગે જન જાગૃતિ આવે તે માટે માહિતગાર કરાયા

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષ સ્થાને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 અન્વયે નગરના દરબાર હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાગરિકોને વ્યાજ ખોરી અંગે જન જાગૃતિ આવે તે માટે માહિતગાર કરાયા હતા.

સરકારે વ્યાજખોરીના દુષણ સામે લાલ આંખ કરી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકો પાસે ગેરકાયદેસર વધુ વ્યાજ વધુ વ્યાજ વસુલ કરતા વ્યાજખોરોની સામે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંગે વ્યાજખોરીથી બચવા લોકોને જાગૃત કરવા છોટાઉદેપુર દરબારહોલ ખાતે લોક દરબાર યોજાયો હતો.

જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મજબુર અને લાચાર લોકોની પરિસ્થિતિ તથા ગરજનો લાભ લઇ તગડા વ્યાજે ગેરકાયદેસર નાણાંનું ધીરધાર કરતા ઈસમો વિરુદ્ધની આ ઝુંબેશમાં નાગરિકોને સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી.

વ્યાજખોરીનું દુષણ ચલાવતા ઇસોમોની બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ મથક અધિકારીઓ, તાલુકા સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તથા પાલિકા ના સભ્યોસરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોઈ વ્યાજખોરીમાં ફસાઈ ન જાય તે માટે જાગૃતિ લાવવાનો અમારો પ્રયાસ છે
વ્યાજ ખોરી જે સમાજમાં ચાલતી હોય છે. તે વ્યાજ ખોરોની વિરુદ્ધ સરકારની મુહિમ અત્યારે ચાલુ છે. કોઈ વ્યાજ ખોરીમાં ફસાઈ ન જાય તે માટે જાગૃતિ લાવવાનો અમારો પ્રયાસ છે. અમારી લોકોને અપીલ છે કે સરકાર તરફથી જે નક્કી કરવામાં આવેલ રેટની ઉપર કોઈપણ વ્યાજે પૈસા નહિ આપી શકે.

જ્યારે રજીસ્ટર નહિ થયેલા હોય તેવા માણસ વ્યાજનો ધંધો પણ નહીં કરી શકે. જો કોઈ માણસ નિયમ વિરુદ્ધ વ્યાજ વસુલશે તેના ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવશે. ઘણી વખત લોકો ઉંચા વ્યાજખોરીમાં એટલા પ્રેશરમાં આવી જતા હોય છે કે આત્મહત્યા કરવા સુધીની નોબત આવે છે. જેથી વ્યાજ ખોરી વિરુદ્ધમાં લોકોના બચાવ અર્થે અમોએ આ મુહિમ ચાલુ કરી છે. આ અંગે જનતા અમોને ઇન્ફર્મેશન આપે જેથી અમો કાયદાકીય કાર્યવાહી કરી શકીએ. > ધર્મેન્દ્ર શર્મા, છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા

અન્ય સમાચારો પણ છે...