કુસુમ વિલાસ પેલેસમાં વીજ ચોરી:છોટા ઉદેપુરના રાજવી પેલેસ કુસુમ વિલાસ પેલેસમાં વીજ ચોરી ઝડપાઈ, MGVCL રૂપિયા 16.56 લાખનો દંડ ફટકાર્યો

છોટા ઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસમાં વિજમીટર બાયપાસ કરી વીજ ચોરી કરતા છોટાઉદેપુર MGVCL દ્વારા ઝડપી પાડતા રૂ.16.56 લાખનો દંડ ફટકાર્યો છે.

એક મહિના પહેલા વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયું હતું
છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસના પાર્ટી પ્લોટમાં 2 ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર MGVCL ના કર્મચારીઓ દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે પાર્ટી પ્લોટમાં લંગર નાખી વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. આ જ દિવસે કુસુમ વિલાસ પેલેસમાં પણ ચેકીંગ કરતા પેલેસમાં વીજ મીટરને બાયપાસ કરી વીજ ચોરી કરતા હોવાનું વીજ કંપનીના અધિકારીઓએ ઝડપી પાડ્યું હતું. કુસુમ વિલાસ પેલેસનું વીજ જોડાણ છોટાઉદેપુરના રાજા જયપ્રતાપસિંહ ચૌહાણના નામે છે અને વીજ મીટર બાયપાસ કરી રૂ.16.56 લાખની વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસથી વીજ કંપની એક્શન મોડમાં આવતા વીજ ચોરી ઝડપાઈ
આદિવાસી વિસ્તારમાં વીજ ચોરી અંગે વીજ કંપની દ્વારા વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુરના રાજવી કુસુમ વિલાસ પેલેસના રાજા દ્વારા વીજ ચોરી કરતા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...