વિધાનસભા ચૂંટણી 2022:છોટા ઉદેપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું

છોટા ઉદેપુર3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ભરવા બીજા દિવસે છોટા ઉદેપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ રેલી કાઢીને ઉમેદવારીપત્ર ભર્યું.

વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા દિવસે છોટા ઉદેપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાએ આજે મોટી સંખ્યામાં કાર્યકરોની રેલી કાઢીને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ સંગ્રામસિંહ રાઠવાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, આ ચૂંટણી વફાદારી અને ગદ્દારી વચ્ચેની છે અને કોંગ્રેસના વફાદાર છે અને સામે કોંગ્રેસના ગદ્દારી કરનારા છે અને જનતા ગદ્દારીને હરાવીને વફાદારીને જીતાડશે.

અન્ય સમાચારો પણ છે...