શિક્ષકોની લોલમલોલ:છોટા ઉદેપુરના મોટી ટોકરી પ્રાથમિક શાળાના આચાર્ય-શિક્ષકો અનિયમિત, ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

છોટા ઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટા ઉદેપુર જીલ્લાના મોટી ટોકરી ગામે 1 થી 8 ધોરણની શાળા આવેલી છે. શાળામાં આચાર્ય સાથે આઠ લોકોનો જણાનો સ્ટાફ છે. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી બે શિક્ષકો અને આચાર્ય શાળામાં અનિયમિત રહે છે. તેઓ પોતાની મનમોજી હોય તો આવે નહીં તો નહીં. શાળામાં લાંબા વર્ષોથી એસ.એમ.સી.ની મીટીંગ બોલાવાઈ નથી અને સભ્યો પાસેથી બારોબાર સહીઓ કરવી જાય છે, જેથી મીટીંગ એ માત્ર કાગળ પર જ અટકીને રહી હોય તેવું સામે આવી રહ્યું છે.

વિદ્યાર્થીઓના ભાવી સાથે છેડા
આ મુદ્દે ગ્રામજનો ઘણા સમયથી શાળા પ્રશાસન સામે કંટાળીને એસ.એમ.સી.ના સભ્યોને સાથે રાખીને કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ ક્લેક્ટરને વિનંતી કરી કે, આચાર્ય તેમજ અનિયમિત રહેતા શિક્ષકોની બદલી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોઓ વિદ્યાર્થીઓના ભાવી સાથે છેડાના થાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...