• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Children Studying In Hanfeshwar School Are Forced To Go Down The Ravine At The Risk Of Their Lives, Even Though The Drain Has Been Broken For Four Years, The Water In The Belly Of The System Does Not Move.

તંત્રના વાંકે જીવ જોખમમાં મૂકવાનો વારો:હાંફેશ્વર શાળામાં અભ્યાસ કરતા બાળકો જીવના જોખમે કોતર ઉતરીને જવા મજબુર, ચાર વર્ષથી નાળું તૂટી જવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

છોટા ઉદેપુર11 દિવસ પહેલા
  • કડીપાનીથી હાફેશ્વર જતા રસ્તામાં ચાર વર્ષ પહેલાં નાળું તૂટીને જમીનદોસ્ત થઈ ગયું
  • બાળકોને કોતરના ધસમસતા પાણીમાં જીવના જોખમે ઉતરીને જવાની ફરજ પડી રહી છે

છોટા ઉદેપુર જીલ્લામાં ચાર વર્ષ પહેલાં કડીપાણીથી હાફેશ્વરને જોડતા માર્ગ પરનું નાળું તૂટી જતાં લોકોને ફરજિયાત કોતરના પાણીમાં જીવના જોખમે ઉતરીને જવા મજબુર બનવું પડ્યું છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. છોટા ઉદેપુર જીલ્લાના યાત્રાધામ અને ગુજરાતની જીવાદોરી માં નર્મદાના ગુજરાત પ્રવેશદ્વાર હાફેશ્વર જવા માટેનો રસ્તો છેલ્લા ચાર વર્ષથી બંધ છે. કડીપાનીથી હાફેશ્વર જતા રસ્તામાં ચાર વર્ષ પહેલાં નાળું તૂટીને જમીનદોસ્ત થઈ ગયું છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બાળકોને કોતરના પાણીમાં જીવના જોખમે ઉતરીને જવાની ફરજ પડી
આ રસ્તો બંધ થતા દર વર્ષે કોતરમાં ડાઈવર્ઝન બનાવવામાં આવે છે, જે ચોમાસા દરમિયાન કોતરમાં પાણી આવતા તૂટી જાય છે. જેને લઇને હાફેશ્વર જતા આવતા લોકોને અને ખાસ કરીને હાફેશ્વર સરકારી શાળામાં આવતા બાળકોને કોતરના ધસમસતા પાણીમાં જીવના જોખમે ઉતરીને જવાની ફરજ પડી રહી છે.

ચાર વર્ષ થવા છતાં એક નાનું નાળું નથી બન્યું
કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં શાળાનો વિદ્યાર્થી પાણીમાં પગ ન પડે તે માટે છલાંગ મારીને પાણી ઉપરથી પસાર થતો જોવા મળે છે. જ્યારે અન્ય નાના મોટા બાળકો તેમજ લોકો પાણીમાંથી પસાર થતા હોવાના દ્રશ્યો નજરે પડે છે. આ બધું આ લોકો માટે રોજીંદુ બની ગયું છે. તેમ છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. ચાર વર્ષ થવા છતાં એક નાનું નાળું ન બનતા પંથકના લોકોને દરરોજ જીવ જોખમમાં મૂકીને જવાની ફરજ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...