છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામથી નસવાડી તાલુકાના નાની ઝડુલી ગામમાં અભ્યાસ અર્થે જતા 6 થી 7 જેટલા બાળકો મેણ નદીમાં પૂર આવતા જીવ બચાવીને ભાગતા નજરે પડ્યા હતા.
નદીમાં પૂર આવી જતા બાળકો ગભરાઈ ગયા
કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામથી નસવાડી તાલુકાના નાની ઝડુલી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છ થી સાત બાળકો દરરોજ મેણ નદી પાર કરી અને શાળાએ જાય છે ત્યારે ગઈકાલે સવારના સમયે શાળાએ જવાના સમયે બાળકો નદી પાર કરતા હતા તે સમયે મેણ નદીમાં પૂર આવી ગયું હતું નદીમાં પૂર આવી જતા બાળકો ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે દોડીને ભાગ્યા હતા.
બાળકોએ સમયસર નદી પાર કરી દેતાં દુર્ઘટના ટળી
મોટી ઝડૂલી અને નાની ઝડૂલી વચ્ચે મેણ નદી ઉપર વર્ષો પહેલા કોઝવે બનાવવામાં આવ્યો હતો તે તૂટી જતા આ પંથકના લોકોને જીવના જોખમે મેણ નદી પાર કરવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં મેણ નદી ઉપર પૂલ અથવા કોજવે બનાવવામાં આવ્યો નથી જેના કારણે આ પંથકના લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર બન્યા છે, આજે જ્યારે શાળામાં ભણતા બાળકો નદી પસાર કરતા હતા તે સમયે મેણ નદીમાં પૂર આવી જતા બાળકોને જીવ જોખમમાં મુકાયો હતો. નદી પાર કરી રહેલા બાળકોએ સમયસર નદી પાર કરી દેતા દુર્ઘટના ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.