તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:છોટાઉદેપુર - રંગપુર પોલીસે રૂા. 1.11 લાખના વિદેશી દારૂ સાથે કન્ટેનર ઝડપ્યું

છોટાઉદેપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધમોડી પાસે કોતરના કિનારે નાગાલેન્ડ પસિંગનું કન્ટેનર શંકાસ્પદ હાલતમાં મળ્યું
  • ટેન્કરની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

છોટાઉદેપુર રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધમોડી ગામ પાસેથી કોતરના કિનારે પોલીસને નાગાલેન્ડ પર્સિંગનું શંકાસ્પદ હાલતમાં કન્ટેનર મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતા પોલીસને રૂા. 1,11,600નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધમોડી ગામ પાસે પી એસ આઈ એન એમ ભુરીયા સ્ટાફના માણસો સાથે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમ્યાન ધમોડી ગામની સીમમાં મધ્યપ્રદેશ બોર્ડર નજીક કોતરના કિનારે એન એલ 01 એ એ 5973 નંબરનું નાગાલેન્ડ પાર્સિંગનું કન્ટેનર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતા કોઈ ઈસમ મળી આવેલ નહિ. કન્ટેનરનો પાછળનો દરવાજો ખુલ્લી તપાસ કરતા અંદરથી અલગ અલગ પ્રકારની ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.

આમ મળેલ ઈંગ્લીશ દારૂની કિંમત રૂા. 1,11,600 કન્ટેનરની કિંમત રૂા. 8,00,000 કુલ મુદ્દામાલ રૂા. 9,11,600નો પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમ પી એસ આઈ એન એમ ભુરીયા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...