તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય ગુજરાત વીજ કંપનીનું કડકાઈ ભર્યું વલણ:છોટાઉદેપુર વીજ કંપનીએ પાલિકાની 22 સ્ટ્રીટ લાઈટોના વીજ જોડાણ કાપ્યા

છોટાઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાનું વોટર વર્ક્સનું 28.89 લાખનું વિજ બીલ બાકી
 • સ્ટ્રીટલાઈટના કનેક્શનો કાપી નાખતાં નગરમાં અંધારપટ છવાયો

છોટાઉદેપુર નગરમાં આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપનીએ કડકાઈ ભર્યું વલણ અપનાવીને બાકી બીલની વસૂલી માટે છોટાઉદેપુર નગરપાલિકાની સ્ટ્રીટલાઇટના સંખ્યાબંધ 22 વીજ કનેક્શન કાપી નાખતા સમગ્ર નગરને અંધારા માં રહેવાનો વારો આવી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર નગરપાલિકા નું વોટર વર્કસ નું 28,89,981 લાખ રૂપિયાનું બિલ બાકી હોવાથી મધ્ય ગુજરાત વીજ કંપનીએ છોટાઉદેપુર નગરપાલિકાના વિવિધ વિસ્તારોના સ્ટ્રીટલાઇટના કનેક્શનનો કાપી નાખતા નગરમાં હાહાકાર મચી ગયો છે. નગર પાલિકાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં નગરપાલિકાની મુખ્ય આવક સમાન વિવિધ પ્રકારના વેરા પૈકી નગરજનો પાસે એક કરોડ રૂપિયા જેવું લેણુ બાકી છે.

નગરપાલિકાના રેગ્યુલર પ્રમુખ સસ્પેન્ડ થતાં ઇન્ચાર્જ પ્રમુખે મધ્ય ગુજરાત વીજ કંપનીના પાછલા 3 વર્ષના વહીવટના બાકી એવા રૂા. 38,89,989 રૂપિયા પૈકી 10 લાખ રૂપિયા અગાઉ ભરી દીધા છે. પાલિકા તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં આવતા બીલ રેગ્યુલર ભરવામાં આવે છે. છતાં પણ મધ્ય ગુજરાત વીજ કંપની કોઈ અગમ્ય કારણોસર કે કોઇના દબાણમાં આવીને નગરની સ્ટ્રીટલાઇટોના કનેક્શન કાપી નાખ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના સ્થાનિક તથા ઉપલી કચેરીના અધિકારીઓ પણ સારી રીતે જાણે છે કે છોટાઉદેપુર નગરપાલિકા હાલમાં રેગ્યુલર સ્ટ્રીટલાઇટના બિલ ભરે છે અને પાછલા ત્રણ વર્ષના બાકી દેવા પેટે પણ 10 લાખ ભરપાઈ કરી દીધા છે. છતાં પણ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખતા નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

હાલ નગરપાલિકામા કોઈપણ પક્ષ સત્તા ઉપર નથી. બસપાના પ્રમુખ સસ્પેન્ડ થયા હોવાથી બસપામાંથી બળવો કરનાર ઉપપ્રમુખ જાકીરભાઇ દડી ઇન્ચાર્જ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળે છે. એટલે વર્તમાન બોર્ડ પાસે મજબૂત રાજકીય પીઠબળ પણ નથી. કે જેના સહારે મધ્ય ગુજરાત વીજ કંપનીને લાઈટ કનેક્શન કાપતા અટકાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કેટલીય નગરપાલિકાઓના લાઈટ બિલ પેટે કરોડો રૂપિયા બાકી હોવા છતાં પણ વીજ કનેક્શનો કાપવામાં આવતા નથી. તેમ પાલિકા સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે.

વીજ કંપનીના જડ વલણને સાંખી નહી લેવાય
પાછલા ત્રણ વર્ષના અણઘડ વહીવટને કારણે આજે છોટાઉદેપુરની સમસ્ત જનતાએ અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના જડ વલણને સાંખી લેવામાં આવશે નહીં તથા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાશે. પ્રશાંતભાઈ પટેલ, સામાજીક આગેવાન, છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો