ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર પોલીસ દ્વારા જિલ્લાની જનતા માટે જનસંપર્ક કરાશે, નામ-સરનામાની નોંધ કરાવવી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોટ્સએપ વીડિયો કોલના માધ્યમથી પોલીસ પ્રજાજનો સાથે જોડાશે

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પોતાની સમસ્યા અંગે તેમજ કોઈ રજુઆત અન્વયે અત્રેની કચેરી ખાતે જિલ્લા નજીક કે અંતરિયાળ ગામડાઓમાંથી અત્રેની કચેરી ખાતે રૂબરૂ રજુઆત લઇ આવવું પડે છે. અને અવરજવર માટે ઘણો ખર્ચ ભોગવવો પડે છે. જેથી તેઓ રજુઆત કરી શકે તે માટે વોટ્સએપ વિડીઓકોલ સંપર્ક સુવિધા છોટાઉદેપુર એસ પી ધર્મેન્દ્ર શર્માએ નવી પહેલ કરવાનું નક્કી કર્યું છે.

જે અંગે જિલ્લાના યોગ્ય રજૂઆતો કે કોઈ પ્રશ્ન સંબંધી તેઓની રજુઆત માટે અરજદારોએ પ્રથમ 9978405233 ઉપર જાહેર રજા સિવાય કોઈ પણ દિવસે 11:00 થી 12:00 કલાક દરમ્યાન મોબાઈલ કોલથી સંપર્ક કરી પોલીસ અધિક્ષક સાથે વોટ્સએપ વિડીઓ કોલ કરી પોતાની રજુઆત કરવા માંગે છે તે માટે પોતાનું નામ તથા સરનામું રજૂઆતની વિગત અને વોટ્સએપ નંબરની નોંધણી કરાવવાની રહેશે.

જે ઉપરોક્ત કાર્યવાહી બાદ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા મંગળવાર તથા બુધવારના રોજ નોંધણી કરાવેલ અરજદાર સાથે વિડીઓકોલ કરી પોલીસ અધિક્ષક દ્વારા અરજદારની સૂચના સાંભળી રજુઆત સમસ્યાનું નિરાકરણ લગત કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાની જનતાને પોતાની લેખિત રજુઆત માટે પડતી તકલીફને ધ્યાને લઈને છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે જનસંપર્ક અધિકારીની નિમણૂક કરાવીને લોકોને બહારથી પોતાની રજુઆત સબંધે અરજી ટાઈપ કરાવવાની હલાકીમાંથી તેમજ બિન જરૂરી ખર્ચમાંથી મુક્તિ મળે તે હેતુથી પોતાના રહેઠાણના પોલીસ સ્ટેશન ખાતે જઇ છોટાઉદેપુર જિલ્લાના કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારને લગતી પોતાની રજૂઆતો લખાવી શકે તેવું એક માધ્યમ ઉભું કરેલ છે.

અરજદાર પોતાના સ્થાનિક પોલીસ સેશનમાં જઇ જન સંપર્ક અધિકારીનો સંપર્ક કરી રૂબરૂમાં તેઓને રજૂઆતો લખાવી શકશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના 6 તાલુકાના દરેક પોલીસ સ્ટેશનના બહાર જન સંપર્ક અધિકારીનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગત દર્શાવતું બોર્ડ લગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...