લોકોમાં તંત્ર સામે રોષ:છોટાઉદેપુર પાલિકાએ ટ્રાફિકને નડતરરૂપ 60 દબાણો દૂર કર્યાં

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લારી ગલ્લા કરી પેટિયંુ રળનારા લોકોમાં તંત્ર સામે રોષ ફાટ્યો
  • ​​​​​​​ઝંડાચોક નજીકના વિસ્તારોમાં દબાણો દૂર કરી રસ્તા ખુલ્લા કરાયાં

છોટાઉદેપુર નગરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. જે નગરના રાજ માર્ગો ઉપર પણ અડચણ રૂપ છે. જેને દૂર કરવાની ઝુંબેશ આજરોજ તા 25ના નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને નગરના ઝંડાચોક તથા આસપાસના વિસ્તારોમાંથી 60 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરાતા તંત્રના આકરા વલણથી લારી ગલ્લા કરી રોજનું પોતાનું પેટિયું રળતા નાના વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના રાજ માર્ગો ઉપર વધતા જતા ગેરકાયદેસર દબાણોને કારણે વાહનચાલકો તથા રાહદારીઓને અવરજવર અર્થે ભારે તકલીફ પડી રહી છે. જે અંગેની ગંભીર ફરિયાદો પ્રજા કરતી હતી. જેને ધ્યાને લઇ પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...