બેઠક:છોટાઉદેપુર ધારાસભ્યે જળાશય યોજના તથા મહેસૂલ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસૂલ વિભાગના સચિવ સહિત અધિકારીઓ સાથે બેઠક

છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સાથે તા. 12 એપ્રિલ 2022ના રોજ છોટાઉદેપુર વિસ્તારને લગતા પ્રશ્નો અને રાજ્ય સરકારને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા કરવા રાજ્યના મહેસૂલ વિભાગના સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે બેઠક કરી હતી.બેઠકમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સુખી જળાશય યોજના સહિત જુદી જુદી યોજનાઓ ખેડૂતોને સંપાદન કરેલી છે. જેમાં ખાસ કરી ડેમના કમાન્ડ વિસ્તારમાં સંપાદન થયેલી જમીનો કેનાલોમાં સંપાદન થયેલી જમીનો સરકારી મકાનો માટે સંપાદન કરેલી જમીનો હાલ બિન ઉપયોગી છે.

જે જમીનમાં કોઈપણ પ્રકારની બાંધકામ સહિતની કોઈ કામગીરી થયેલી નથી. ભવિષ્યમાં સંપાદન થયેલી જમીન ડૂબાણમાં જવાની નથી તેવી જમીનનો મૂળ માલિકને પરત કરવા માટે ચર્ચાઓ થઈ હતી. અધિકારીઓ તરફથી સુપ્રીમ કોર્ટે આવી જમીન મૂળ માલિકને પરત આપવાને બદલે જે જમીન વિહોણા છે તેને આપવા કોર્ટે 2017માં હુકમ કરેલો છે. જે હુકમ પ્રમાણે મૂળ માલિકને જમીન આપી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...