તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:છોટાઉદેપુર જિલ્લાને રેલવે રેક પોઇન્ટની મંજૂરી મળી

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને ખાતર માટે તકલીફ નહીં પડે

છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને પડતી ખાતરની અછતને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તા 28/7/20ના રોજ પત્ર લખી ખાતરની સમસ્યા નિવારવા અર્થે માંગ કરી હતી. અને છોટાઉદેપુર જિલ્લાને ને રેલવે રેક પોઇન્ટ ની મંજૂરી માટે માંગ કરી હતી.

જે રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને તા 1/4/20થી તા 7/9/20 સુધીમાં કુલ 33424 મેટ્રિક ટન ખરીફ સિઝન માટે ખાતર પૂરું પાડવામાં આવ્યું છે. અત્યાર સુધી વડોદરા રેલવે સ્ટેશન રેંક પોઇન્ટ ઉપરથી ખાતર લાવવામાં આવતું હતું. પરંતુ ધારાસભ્યની માંગને કારણે હવે સરકારે છોટાઉદેપુર રેલવે રેંક પોઇન્ટને મંજૂરી આપેલ છે. માટે હવે છોટાઉદેપુર ખાતે ખાતરની રેક લઈ જિલ્લાના તમામ વિસ્તારમાં સપ્રમાણમાં ખાતર પૂરું પાડવામાં આવશે અને જિલ્લાના તમામ ખેડૂતોને જરૂરિયાત મુજબ સપ્રમાણમાં ખાતર મળી રહેશે તેમ ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા એ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો