તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:છોટાઉદેપુર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલ જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરે દરેક કચેરીઓમાં નાગરિકો તરફથી આવતી અરજીઓ તેમજ રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે એ ઇચ્છનીય છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે બાકી પેન્શન કેસોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો સમયમર્યાદામાં તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપવામાં આવે એ જરૂરી છે. આગામી 24 માસમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા બાબતે પણ વિગતે માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે બેઠકમાં ચર્ચવાના થતા અન્ય મુદ્દાઓ જેવા કે, ખાતાકીય તપાસના બાકી કેસો, સરકારી લેણાની વસૂલાત સહિતના મુદ્દાઓની વિગતે સમીક્ષા કરી હતી.

બેઠકનું સંચાલન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.ગાવિત, પુરવઠા અધિકારી મિતેશભાઇ વસાવા, નાયબ કલેકટર અંકિતાબેન પરમાર, નાયબ કલેક્ટર સુધાબેન વસાવા, બોડેલી પ્રાંત, નાયબ પોલીસ અધિક્ષક કાટકર, કાર્યપાલક ઇજનેરો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો