તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લામાં વ્યસન મુક્તિ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રિય દિનની ઉજવણી કરાઈ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં નશાકારક પદાર્થોનો દૂર ઉપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરાઈ હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં નશાકારક પદાર્થોનો દૂર ઉપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરાઈ હતી.
  • જિલ્લામાં બાળ તથા દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા જાનગૃતિના કાર્યક્રમો યોજાયા

છોટાઉદેપુર જિલ્લામાં નશાકારક પદાર્થોનો દૂર ઉપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે શનિવારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં બાળ કલ્યાણ તથા દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ તેમજ બ્રહ્માકુમારી છોટાઉદેપુર અને સંખેડા સાથે રહીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં વ્યસન દ્વારા થતી આડ અસરો વિષે લોકોમાં જાગૃતિ કેળવવામાં આવી હતી અને વ્યસન મુક્તિ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

ઉપરાંત ઓનલાઈન વેબિનાર દ્વારા નશાકારક પદાર્થોનો દૂર ઉપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિષય ઉપર ક્રિપા ફાઉન્ડેશન, વડોદરાના ડાયરેક્ટર અનંત ક્રિશ્ચયન દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં બાળ કલ્યાણ તથા દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાનાં કર્મચારીઓ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી, નવરચના યુનિવર્સીટી, પારુલ યુનિવર્સીટી, એસ.પી. યુનિવર્સીટી આણંદનાં સોશ્યલ વર્કમાં અભ્યાસ કરતા સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓ, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્શન તથા તમામ સભ્ય, જિલ્લા બાળ સુરક્ષા એકમના અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી છોટાઉદેપુરના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉક્ત વેબીનારના માધ્યમથી બાળકોમાં પણ થતા ડ્રગ્સના દુરુપયોગ અને તેના નિરાકરણ અંગેના ઉપાયો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...