SSCનું પરિણામ:છોટાઉદેપુર શહેર-જિલ્લાનું ધો.10નું પરિણામ 61.20%

છોટાઉદેપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર 10352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા
  • પાછલા 2 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પરિણામમાં 14 ટકા જેટલો વધારો થયો
  • ​​​​​​​જિલ્લામાં 17 કેન્દ્રો પર યોજાયેલ પરીક્ષામાં સૌથી ઊંચું પરિણામ શીથોલ કેન્દ્રનું 72.90%
  • A1 એટલે કે 90 ટકાથી ઉપર મેળવેલ માર્કસમાં 13 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં ધોરણ 10ની પરીક્ષા જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર લેવાઈ હતી. જેમાં તા 6 જૂનને સોમવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચાલુ વર્ષે 61.20 ટકા જેટલું નોંધાયું હતું. જેમાં પાછલા 2 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 14 ટકા જેટલો વધારો થયો છે. જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર 10352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અર્થે બેઠા હતા.

છોટાઉદેપુર શહેર તથા જિલ્લામાં ધોરણ 10ના પરિણામમાં ગ્રેડ A1 એટલેકે 90 ટકાથી ઉપર મેળવેલ માર્કસમાં 13 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જિલ્લામાં પ્રથમ ભગત મોક્ષા અલ્પેશભાઈ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીને 600માંથી 579 માર્કસ મેળવી 99.95 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો હતો. જિલ્લામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીનીને શિક્ષકો દ્વારા મોમેન્ટ આપી અભિનંદન પાઠવ્યા હતા.

બીજ નંબરે ભાટિયા રાજન કિશોરભાઈ બરોડા પબ્લિક સ્કૂલ હાંડોદ સંખેડાએ 600માંથી 568 માર્કસ મેળવી 99.75 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યા હતા અને તૃતીય ક્રમાંકે અગ્રવાલ મૈત્રી માધવભાઈ સનરાઈઝ સ્કૂલ પાવીજેતપુરે 600માંથી 555 માર્કસ મેળવી 99.21 પરસન્ટાઈલ રેન્ક મેળવ્યા હતા. જ્યારે A2માં 201, B1માં 735, ગ્રેડ B2માં 1628, C1માં 2168, C2માં 1494, Dમાં 94, E1+2, E1માં 1824, E2માં 2193 વિદ્યાર્થીઓને ગ્રેડ મળ્યા હતા. આવેલ પરિણામમાં છેલ્લા 2 વર્ષ કરતા વધારો નોંધાતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં આનંદ જોવા મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2019માં ધોરણ 10નું 46.38%પરિણામ નોંધાયું હતું. જ્યારે 2020માં 47.92% નોંધાયું છે. જ્યારે ચાલુ વર્ષે 61.20% જેવું ઊંચું પરિણામ નોંધાયુ છે. જેથી શિક્ષકો તથા વાલીઓમાં એક નવી આશા બંધાઈ છે. જિલ્લામાં 17 કેન્દ્રો ઉપર યોજાયેલ પરીક્ષામાં સૌથી ઊંચું પરિણામ શીથોલ કેન્દ્રનું 72.90 ટકા નોંધાયું છે.

છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 કેન્દ્રોના ધો 10ના જાહેર થયેલ પરિણામમાં બોડેલીનું 71.44%, છોટાઉદેપુર 56.75%, સંખેડા 49.37%, પાવીજેતપુર 66.77%, નસવાડી 62.3%, કવાંટ 62.32%, ચલામલી 46.43%, તેજગઢ 70.10%, કાશીપુર 58.24%, ભાટપુર 60.52%, ભીખાપુરા 57.9%, ભેસાવહી 66.4%, ગઢ બોરીયાદ 53.30%, ઝોઝ 59.68%, તણખલા 55.4%, બહાદરપુર 46.75%, અને શીથોલ 72.90% પરિણામ નોંધાયું છે.

સંખેડા તાલુકામાં સંખેડા કેન્દ્રનું 49.37%, બહાદરપુરનું 47.75% અને ભાટપુર કેન્દ્રનું 60.52% પરિણામ આવ્યું
SSC માર્ચ 2022ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં સંખેડા કેન્દ્રનું પરિણામ 2020ની સરખામણીએ ઘટ્યું, બહાદરપુર અને ભાટપુરનું પરિણામ વધ્યું હતું. સંખેડા કેન્દ્રનું પરિણામ 49.37 % આવ્યું છે. સંખેડા તાલુકાના 3 પરીક્ષા કેન્દ્ર પૈકી સંખેડા કેન્દ્રનું પરિણામ 49.37% આવ્યું છે. બહાદરપુર કેન્દ્રનું પરિણામ 46.75% અને ભાટપુર કેન્દ્રનું પરિણામ 60.52% આવ્યું છે. સંખેડા તાલુકાના પીપળસટની શાળામાં અને તાલુકામાં પ્રથમ ભાટિયા રાજન કિશોરભાઈ 94.66 %, તાલુકામાં બીજો રાઠવા હર્ષ હિરુભાઈ 91% મેળવેલ છે.

પાવીજેતપુર SSC કેન્દ્રનું 65.77% પરિણામ જાહેર
પાવીજેતપુર એસ.એસ.સી. કેન્દ્રનું 65.77 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પાવીજેતપુર તાલુકાની દરેક શાળાનું એસ.એસ.સીનું પરિણામ એકંદરે સારું આવ્યું છે. પાવીજેતપુર એસ.એસ.સી. બોર્ડનું પરિણામ 783માંથી 515 પાસ થતાં 65.77 ટકા આવ્યું છે. જેમાં શાહ નિધી રાજેશકુમારે 600માંથી 553 મેળવી પ્રથમ નંબર, મિસ્ત્રી નિશા રાજેશકુમાર 524 ગુણ મેળવી દ્વિતીય, શાહ પાર્શ્વ સતિષભાઈએ 519 ગુણ મેળવી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ના 41 વિદ્યાર્થીઓમાંથી 36 વિદ્યાર્થીઓ પાસ થતાં 87.80 ટકા પરિણામ આવ્યું છે.

ડેસર કેન્દ્રનું SSC બોર્ડનું પરિણામ 56.15 ટકા આવ્યું
ડેસરમાં માર્ચ એપ્રિલ 2022માં લેવાયેલ એસ એસ સી બોર્ડની પરીક્ષાનું તા 6 જૂને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ડેસર કેન્દ્રનું 56.15% પરિણામ આવ્યું હતું. ડેસર કેન્દ્રમાં કુલ 659 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 370 પાસ થયા હતા અને 289 નાપાસ થયા હતા. ડેસર કેન્દ્રમાં 3 તેજસ્વી તારલાઓ ઝળક્યા હતા.

બોડેલીનું 71.44% પરિણામ, મોક્ષા 99.95 PR સાથે પ્રથમ
ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું બોડેલી કેન્દ્રનું 71.44 ટકા પરિણામ આવ્યું છે. તેમાં 1278 પરીક્ષાર્થીમાંથી 913 પાસ થયા છે. સમગ્ર જિલ્લામાં બોડેલીની અલીખેરવાની મોક્ષા ભગત 579 ગુણ સાથે 99.95 પીઆર અને 96.50 ટકા સાથે અવ્વલ રહી હતી. જ્યારે ચૌધરી કુંજ 551 ગુણ સાથે 98.98 પીઆર બીજા ક્રમે આવી હતી.

ડભોઇ કેન્દ્રનું ધો-10નું પરિણામ 49.63% નિરાશાજનક આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-10 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમનું માર્ચ 2022 બોર્ડનુ પરિણામ ઓન લાઇન જાહેર કરાયુ હતું. જેમા સમગ્ર રાજ્યનું પરિણામ 65.18 ટકા જાહેર થયેલ છે. જ્યારે વડોદરા જિલ્લાનું પરિણામ 61.21 ટકા આવ્યું હતું. જ્યારે ડભોઇ કેન્દ્રનું 49.63 ટકા નિરાશાજનક પરીણામ આવ્યું હતું. ડભોઇની વિદ્યાર્થિની હેતાંશી પંચાલ ડભોઇ કેન્દ્રમાં 99.92 પીઆર સાથે પ્રથમ આવી હતી. જ્યારે પટેલ તમન્ના 98.98 પી.આર. સાથે દ્વિતીય રહી હતી. તૃતિય ક્રમે નીલ ગોલારાણા 98.08 પીઆર સાથે પાસ થયો હતો.

સાવલી તાલુકામાં ધોરણ 10નું પરિણામ 43.32 %
સાવલી તાલુકામાં 2 દિવસ અગાઉ ધો. 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા બાદ સોમવારે ધોરણ 10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થી તેમજ વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત બોર્ડની વેબ સાઈટ પર તાલુકાના તમામ વિદ્યાર્થીઓ પરિણામ જોવામાં વ્યસ્ત જણાતા હતા. જેમજેમ પરિણામો જાહેર થતાં ગયા તેમ તેમ પાસ થયેલા વિધાર્થીઓ ખુશીથી મનાવતા જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ વીલા મોઢે જોવા મળ્યા હતા. ચાલુ સાલે ધોરણ 10ની પરીક્ષામાં 1184 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1168 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 506 વિદ્યાર્થીઓ પાસ થતાં સમગ્ર તાલુકાનું 43.32% પરિણામ જાહેર થયું હતું.

ગત વર્ષ કરતા પાદરાનું SSCનું પરિણામ 8.54% ઓછું
પાદરામાં યોજાયેલ એસએસસી પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થવા પામ્યું હતું. જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ગત વર્ષ કરતાં પાદરાનું 8.54 ટકા પરિણામ ઓછુ આવ્યું હતું0 ચાલુ વર્ષે આ 48.36 ટકા પરિણામ આવેલ હતું. પાદરામાં કુલ 1429 વિદ્યાર્થીમાંથી 691 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. માસારોડમાં 238માંથી 138, મોભારોડમાં 437માંથી 135, સાધીમાં 358માંથી 231, મુવાલમાં 611માંથી 409, ડબકામાં 285માંથી 78 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

કરજણ SSC બોર્ડના 3 કેન્દ્રોનું પરિણામ જાહેર થયું
કરજણ તાલુકામાં SSC બોર્ડમાં 3 પરીક્ષા કેન્દ્રો હતા. જેમાં કરજણ કેન્દ્રનું 54.54 % પરીણામ, કંડારી કેન્દ્રનું 64.10 % પરીણામ અને વલણ કેન્દ્રનું 55.13 % પરિણામ આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...