છોટા ઉદેપુર જિલ્લા એલ.સી.બી. એ ચાર વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુનામાં નાસતા ફરતા બે પર પ્રાંતીય આરોપી છોટા ઉદેપુર નગરમાં આવતા ઝડપી પાડ્યા છે.
છોટા ઉદેપુર સરહદી જિલ્લો છે. ત્યારે અહીંયા પર પ્રાંતમાંથી આવીને ગુનો આચરીને ભાગી જવાના કિસ્સા નોંધપાત્ર જોવા મળે છે. વર્ષ 2019ના વર્ષમાં છોટા ઉદેપુર પોલીસ મથકની હદમાંથી એક મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં અર્જુન મધુ કિરાડ અને રશન મોતી ડાવર બન્ને રહે. પાનમહુડી, બજાર ફળીયા, તા.સોંઢવા, મધ્ય પ્રદેશના નામ ખુલ્યા હતા. આ બન્ને આરોપીઓ ચાર વર્ષથી ફરાર હતા.
આ બન્ને આરોપીઓ છોટા ઉદેપુર આવવાના હોવાની બાતમી છોટા ઉદેપુર એલ.સી.બી.ને મળી હતી. જેને લઇને વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એસ.ટી.સ્ટેન્ડ અને પાવર હાઉસ ખાતેથી બન્ને જણાંને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.