છોટા ઉદેપુર સરહદી જીલ્લો છે. જેને લઇને પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના અસંખ્ય પ્રયાસો થઈ રહ્યા છે. આ ઘૂસણખોરીને ડામવા છોટા ઉદેપુર પોલીસ હંમેશા સફળ રહી છે. ત્યારે મોડી સાંજે એક ટાટા ઇન્ડિગો માંજા કારમાં વિદેશી દારૂ લઇને જવાના હોવાની બાતમી છોટા ઉદેપુર પોલીસને મળી હતી. જેને લઇને છોટા ઉદેપુર પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
વોચ દરમિયાન બાતમી મુજબની ટાટા ઇન્ડિગો માંજા ગાડી આવતા ગાડીને ઊભી રાખવા કોર્ડન કરીને ઊભા રહી જતા ગાડી પકડી પાડી હતી. ગાડીની તપાસ કરતા ઇન્ડિગો માંજા ગાડીના બોનેટમાં હેડ લાઇટની પાછળ તેમજ પાછળના બમ્પરની નીચે વિદેશી દારૂની 324 બોટલ કિંમત રૂ.46,724ની મળી આવી હતી. છોટા ઉદેપુર પોલીસે રૂ. 46,724ના વિદેશી દારૂ સહિત કુલ રૂ.2,58,264ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ આરીફ આસિફ અગવાન, રહે. જૂનાગઢ અને ઉસ્માન રફિક સન્ના, રહે.જૂનાગઢને પકડી છોટા ઉદેપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.