દારૂ ઘૂસાડવાનો કીમિયો નાકામ:છોટા ઉદેપુર LCBએ કઠીવાડાથી પણસોલી લઈ જવાતો રૂ.1.61 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, 5 મહિલા અને 1 પુરુષની ધરપકડ

છોટા ઉદેપુર3 મહિનો પહેલા

છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી અવારનવાર વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. ત્યારે મહિલાઓનો ઉપયોગ કરીને વધુ એક વખત મધ્યપ્રદેશના કઠીવાડાથી ડભોઇના પણસોલી ખાતે લઇ જવાતો હતો. વિદેશી દારૂ સહિત પાંચ મહિલાઓ અને એક પુરુષની છોટાઉદેપુર જિલ્લા LCBએ ઝડપી પાડ્યા હતા.

LCBએ ઈ- વોચ ગોઠવી
છોટા ઉદેપુર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલ જિલ્લો છે. અવારનવાર બૂટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે. વધુ એક વખત મહિલાઓનો ઉપયોગ કરીને વિદેશી દારૂ ઘૂસાડવાનો કીમિયો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના કઠીવાડાના ઠેકા પરથી વિદેશી દારૂ લાવીને ગુજરાતના સરહદી ગામોની પાંચ મહિલાઓ પોતાના પાસે રહેલ પ્લાસ્ટિકની, મીનિયાની તેમજ કાપડની થેલીઓમાં છૂપાવીને 506 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 61 હજારથી વધુ જે એક મહિન્દ્રા મેક્ષ ગાડી નંબર GJ 02 AC 3719 માં બેસીને લઈ જતા હતાં. આ સમયે વસેદી પાસે LCBએ ઈ- વોચ ગોઠવી હતી. ત્યારે વિદેશી દારૂ ભરેલી ઉપરોક્ત ગાડી આવતા તેને રોકી તપાસ કરતા વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો. તેઓની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ કઠીવાડાથી ડભોઇના પણસોલી લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છોટા ઉદેપુર જિલ્લા LCB એ પાંચ મહિલાઓ અને એક પુરુષને વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...