પોલીસને મળી મોટી સફળતા:છોટા ઉદેપુર એલ.સી.બી.એ ચોરની ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો; 3 જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો

છોટા ઉદેપુર2 મહિનો પહેલા

છોટા ઉદેપુરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરને જીલ્લા એલ.સી.બી.એ પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો છે.

ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હતી
છોટા ઉદેપુર નગરના ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકર જીલ્લાના બોડેલી ખાતે ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાઇ હતી. જેને લઇને છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી.દ્વારા અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકર વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપ્યાં હતા. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેતા એલ.સી.બી.એ અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકરની ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...