પાસા દરખાસ્ત મંજુર:છોટા ઉદેપુર જિલ્લા સિહાદા ગામના પ્રોહિબિશનના ગુનાના આરોપીને પાસ હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ધકેલાયો

છોટા ઉદેપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટા ઉદેપુર જીલ્લો સરહદી જિલ્લો છે, અહીંયા પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના અને બાઈક ચોરી મોટા પાયે થતી હોય છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લા પોલીસે આ બાબતે સતર્કતાથી કામ કરવું પડે છે. તેમ છતાંય કેટલાક ખેપિયાઓ અને બાઈક ચોરો સફળ થાય છે, પરંતુ જીલ્લા પોલીસ આવા તત્વોને દાખલો બેસે તે માટે પાસાનું શસ્ત્ર પણ ઉગામે છે. છોટા ઉદેપુર જિલ્લા પોલીસ પ્રોહિબિશનના ગુનામાં ખુબ સક્રિય છે અને લગભગ દરરોજ દારૂના ખેપિયાઓને ઝડપી પાડતી હોય છે, ત્યારે કેટલાક માથાભારે આરોપીઓ સામે પાસાની કાર્યવાહી પણ કરાતી હોય છે.

આવી જ એક દરખાસ્ત કરવામાં આવી છે, કવાંટ તાલુકાના સીહાદા ગામનો ઊકેશ ઉર્ફે રાજુભાઈ બિસિયાભાઈ ધાણક, રહે.બારી ફળિયું, સામે 2020 કવાંટ તેમજ પાનવડ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા. જેની સામે જિલ્લા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેને આધારે ઉકેસ ઉર્ફે રાજુભાઈ બીસિયાભાઈ રાઠવાની અટકાયત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...