ચોરીનો ભેદ ઉકેલાયો:છોટા ઉદેપુર જિલ્લા પોલીસે ત્રણ ચોર કિશોરો ઝડપ્યા, 11 મોબાઈલ, 57 એરપોડ્સ, ચાર્જર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

છોટા ઉદેપુર12 દિવસ પહેલા
  • મોબાઇલની દુકાનમાંથી ચોરેલા રૂ. 63 હજાર 230ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો

છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુરની એક મોબાઇલની દુકાનમાં બાર દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી થઈ હતી. જેમાં 11 મોબાઈલ, 57 એરપોડ્સ, ચાર્જર તેમજ અન્ય વસ્તુઓની ચોરી થઈ હોવાની ફરિયાદ સંખેડા પોલીસ મથકે નોંધાઇ હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી ત્રણ કિશોરોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

છોટા ઉદેપુર એલ.સી.બીને બાતમી મળી હતી કે ત્રણ બાળ કિશોરો ચોરીનો મુદ્દામાલ એક મીણીયા થેલામાં લઇને વેચવા જવાના છે. જેથી વોચમાં રહેલી એલ.સી.બી. પોલીસને લોટીયા ચોકડી પાસે ઉભેલા ત્રણેય બાળ કિશોરોને પકડીને પૂછપરછ કરતા તેમણે મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી. ઉપરાંત તેમની પાસેથી બહાદરપુર મોબાઇલની દુકાનમાંથી ચોરેલા રૂ. 63 હજાર 230ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્રણેય બાળ કિશોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...